યશસ્વી જયસ્વાલ બહાર, પાંચમી મેચમાં આ સ્ટાર ખેલાડી કરશે ઋતુરાજ સાથે ઓપનિંગ…
ભારતીય ટીમ હાલમાં ઓસ્ટ્રેલિયા સામે પાંચ મેચોની ટી-20 સિરીઝ રમી રહી છે. આ સિરીઝની ચોથી મેચ ગઈકાલે રમાઈ હતી. જેમાં ભારતે જીત મેળવી છે. આ સાથે જ આ સીરીઝ પણ પોતાના નામે કરી લીધી છે. હવે આવતીકાલે આ સિરીઝની છેલ્લી અને પાંચમી ટી-20 મેચ રમાવાની છે. આ મેચ ઘણી મહત્વની રહેશે પરંતુ આ પહેલા એક અન્ય બદલાવના મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે.
ભારતીય ટીમની ઓપનિંગ જોડીને વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી ઓપનિંગ જોડીમાં બદલાવ થયા છે. હાલમાં યશસ્વી જયસ્વાલ અને ઋતુરાજ ગાયકવાડ બંને ઓપનિંગ કરતા જોવા મળ્યા હતા. તે બંને ઘણા મોટા સ્કોર બનાવતા જોવા મળ્યા છે પરંતુ પાંચમી મેચમાં યશસ્વી જયસ્વાલ નહીં પરંતુ આ ખેલાડી ઋતુરાજ ગાયકવાડ સાથે ઓપનિંગ કરતો જોવા મળશે.
યશસ્વી જયસ્વાલને હવે પાંચમી મેચમાંથી બહાર થવું પડશે. ટી-20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને બેકઅપ ઓપ્શન તૈયાર કરવો પણ જરૂરી છે. જેથી પાંચમી મેચમાં આ સ્ટાર ખેલાડીને મેદાને ઉતારવામાં આવશે. તે અત્યાર સુધી ઓપનિંગ કરીને ઘણા રન બનાવી ચૂક્યો છે. બીજી તરફ તેને ભારતનું ભવિષ્ય પણ માનવામાં આવે છે. તો ચાલો આપણે જાણીએ કે આ ભારતીય સ્ટાર ઓપનર કોણ છે.
તમને જણાવી દઈએ કે ભારતીય સ્ટાર ઓપનર બેટ્સમેન ઇશાન કિશનને હવે પાંચમી મેચમાં ઋતુરાજ સાથે ઓપનિંગ કરવાની તક આપવામાં આવી શકે છે. ઈશાન કિશન અત્યાર સુધી રોહિત સાથે ઓપનિંગ કરીને ઘણા રન બનાવી ચૂક્યો છે. આગામી વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને તેને બેકઅપ તરીકે ફરી એક વખત તૈયાર કરવામાં આવશે. અત્યાર સુધી તે બેકઅપ તરીકે ઘણો સફળ રહી ચૂક્યો છે.
ઈશાન કિશન હાલમાં જ વન-ડે વર્લ્ડ કપમાં ગીલના સ્થાને ઓપનિંગ કરીને રોહિત સાથે મોટા સ્કોર બનાવતો જોવા મળ્યો હતો. જેથી હવે તેને તૈયાર કરવામાં આવશે. આવી સ્થિતિમાં પાંચમી મેચમાં તે ઋતુરાજ સાથે ઓપનિંગ કરતો જોવા મળી શકે છે. તે ત્રણેય ફોર્મેટમાં કાયમી ઓપનર તરીકે પણ સેટ થાય તેમ છે. બીજી તરફ આઇપીએલમાં પણ તે અત્યાર સુધી ઘણા રેકોર્ડ બનાવી ચૂક્યો છે.