W,W,W,W,W,W, રોહિતના આ ખાસ ખેલાડીએ ડેબ્યું મેચમાં 6 વિકેટ લઈને વિજય હજારે ટ્રોફીમાં તબાહી મચાવી..
ભારતની ડોમેસ્ટિક ટુર્નામેન્ટ વિજય હજારે ટ્રોફી પુરજોસમાં ચાલી રહી છે. તાજેતરની કેટલીક મેચોમાં બેટ્સમેનોએ કરેલી તોફાની બેટિંગસ પર ઘણી ચર્ચાઓ થઈ રહી છે. વિજય હઝારે ટ્રોફીમાં આજે રમાયેલ મધ્યપ્રદેશ અને બરોડાની મેચમાં રોહિત શર્માના આ ખાસ ખેલાડીએ ડેબ્યૂ કર્યું હતું. આ ખેલાડીની ઘાતક બોલિંગ સામે વિરોધી ટીમના બેટ્સમેનો ટકી શક્યા નહીં અને તેણે વિકેટો પર વિકેટો છટકાવી હતી. આ ખાસ ખેલાડી કોણ છે ચાલો તેના વિશે વિગતવાર જાણીએ.
પુણેના ડીવાય પાટીલ સ્ટેડિયમમાં આજે બરોડા અને મધ્યપ્રદેશ વચ્ચે ડોમેસ્ટિક ટુર્નામેન્ટ યોજાઇ હતી. આ મેચમાં રોહિત શર્માનો સૌથી નજીકનો ખેલાડી આવેશખાને સૌપ્રથમવાર ટીમમાં ડેબ્યૂ કર્યું હતું. આવીશ ખાન મધ્યપ્રદેશ તરફથી રમતો જોવા મળ્યો હતો. જેણે બરોડા જેવી મજબૂત બેટિંગ લાઇન અપ ધરાવતી ટીમને પોતાની ઘાતક બોલીંગથી ઘૂંટણીયા સમક્ષ લાવી દીધી હતી. આવેશખાનની જોરદાર ફાસ્ટ બોલિંગની સામે કોઈપણ બેસ્ટમેન ટકી શક્યો નહીં અને પોતાની શાનદાર બોલિંગને કારણે મધ્યપ્રદેશે ઐતિહાસિક જીત મેળવી હતી.
પુણે ડીવાય પાટીલ સ્ટેડિયમમાં આવીશ ખાને તબાહી મચાવી હતી. આવીશ ખાને 8 ઓવરમાં ફક્ત 37 રન આપીને 6 મોટી વિકેટો છટકાવવી હતી. આ વિકેટોમાં ઘણા મોટા બેટ્સમેનો જેવાકે કુણાલ પંડ્યા, વિષ્ણુ સોલંકીનો સમાવેશ થાય છે. વધુમાં ઓપનર આદિત્ય વાઘમોડેની મોટી વિકેટ પણ તેણે મેળવી હતી. બરોડાને અડધી ટીમ 34 રન બનાવીને પેવેલિયન ભેગી કરી હતી. ત્યારબાદ ફક્ત 59 રનમાં સમગ્ર ટીમને સાફ કરી હતી.
વધુમાં તમને જણાવી દઈએ કે આવેશ ખાને લિસ્ટ A ક્રિકેટમાં પોતાનું સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન દેખાડ્યું છે. આવેશ ખાનની શાનદાર બોલિંગ વચ્ચે મધ્યપ્રદેશે બરોડા સામેની આ મેચમાં 290 રને મોટી જીત મેળવી હતી. આ મેચની વાત કરીએ તો પ્રથમ મધ્ય પ્રદેશે બેટિંગ કરીને 349 રન બનાવ્યા હતા તેના જવાબમાં બરોડાની ટીમે માત્ર 17.1 ઓવરમાં સમગ્ર ટીમ ઓલઆઉટ થઈ ગઈ હતી અને પેવેલિયન ભેગી કરી હતી. રોહિત શર્મા ખાસ ફાસ્ટ બોલર અવિશ ખાને ખૂબ જ જોરદાર પ્રદર્શન દેખાડ્યું હતું.