W,W,W,W,W,W… 6 બોલમાં 6 વિકેટ લઈને આ ખેલાડીએ ઘરેલુ ક્રિકેટમાં મચાવી તબાહી, વિડિયો વાઇરલ… -જુઓ વિડિયો…
ક્રિકેટ જગતમાં અવારનવાર નવા નવા કિસ્સાઓ સામે આવતા હોય છે. ક્રિકેટના મેદાનમાં ગમે ત્યારે ગમે તે થઈ શકે છે. ક્રિકેટમાં બેટ્સમેનોની રમત ગણવામાં આવે છે અર્થાત ક્રિકેટ પર બેટ્સમેનોનું રાજ ચાલતું હોય છે. તમને જણાવી દઈએ કે પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ વચ્ચે હાલ વનડે સિરીઝ ચાલી રહી છે જેમાં ઇંગ્લેન્ડના બેટ્સમેનોએ પ્રથમ દિવસે જ 600 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. આ મેચમાં બેટ્સમેનો T20 ની જેમ રમતા હોય તેવું લાગી રહ્યું હતું.
તો આ સાથે જ બીજો એક કિસ્સો તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ વિજય હજારે ટ્રોફી પૂર્ણ થઈ છે. જેમાં ઋતુરાજ ગાયકવાડ મહારાષ્ટ્ર તરફથી બેટિંગ કરીને 6 બોલમાં 7 સિક્સર ફટકારીને ઇતિહાસ બનાવ્યો હતો. એટલે કે ક્રિકેટ જગતમાં કંઈ પણ અશક્ય નથી ગમે તે થઈ શકે છે. ક્રિકેટ જગતમાં બેટ્સમેનો જ નહીં પરંતુ બોલરો પણ કંઈ પાછળ નથી જેનો તાજેતરમાં જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં ઘરેલુ ક્રિકેટમાં એક બોલરે છ બોલમાં છ વિકેટ લઈને તબાહી મચાવી છે.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કોઈ પણ બોલરે અત્યાર સુધીમાં છ બોલમાં છ વિકેટ ઝડપી નથી. પરંતુ મહારાષ્ટ્રમાં ટેનિસ બોલ ટુર્નામેન્ટમાં આવું શક્ય બન્યું છે. તમને જણાવી દઈએ કે પનવેલમાં રમાઈ રહેલ ટુર્નામેન્ટમાં એક બોલરે પ્રથમ ઓવરમાં જ 6 બોલમાં 6 વિકેટ લઈને ઇતિહાસ રચ્યો છે. પનવેલના ઉસલારી ખુર્દ ખાતે રમાઈ રહેલ ગાંવદેવી ઉસરાઈ ચાસ્ક 2022 ટુર્નામેન્ટમાં આ ઇતિહાસ રચાયો છે. આ ટુર્નામેન્ટમાં ડોન્દ્રાચાપાડા અને ગાવદેવી પેઠ વચ્ચેની મેચ રમાઇ હતી જેમાં ડોન્દ્રાચાપાડાની ટીમે ફક્ત 43 બનાવ્યા હતા.
લક્ષ્મણ નામના બોલરે પ્રથમ ઓવરમાં જ 6 બોલમાં 6 વિકેટ ઝડપી હતી. તેણે એક પણ રન આપ્યો ન હતો. જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ક્રિકેટમાં આવી ઘટના પહેલી વાર નથી પરંતુ આ પહેલા ઓસ્ટ્રેલિયામાં સ્થાનિક મેચમાં પણ આ કિસ્સો બની ગયેલ છે. તમને જણાવી દઈએ કે ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઈટ પર 26 જાન્યુઆરી 2017 ના રોજ પ્રકાશિત થયેલ એક આર્ટીકલ મુજબ એલેડ કરીએ 6 બોલમાં 6 વિકેટો લીધી હતી. જુઓ આ વીડિયો…