W,W,W,W,W… મુંબઈ ઇન્ડિયન્સે 17.5 કરોડમાં ખરીદેલ આ સ્ટાર ખેલાડીએ 3 ઓવરમાં 5 વિકેટ લઈને મચાવી તબાહી…-જુઓ વિડિયો
IPL 2023 ને લઈને તેની પૂર્વ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. તાજેતરમાં જ તમામ ટીમો દ્વારા પોતાના રિટર્ન અને રીલીઝ ખેલાડીઓની યાદી જાહેર કરવામાં આવી હતી. ત્યારબાદ 23 ડિસેમ્બરના રોજ કેરલના કોચી ખાતે આઇપીએલ 2023નું મીની ઓપ્શન યોજવામાં આવ્યું હતું. જેમાં તમામ ટીમો દ્વારા ઘણી મોટી રકમ આપીને સારા સારા ખેલાડીઓની ખરીદી કરી હતી. વિશ્વની સૌથી મોંઘી ક્રિકેટ લીગ IPL 20 માર્ચ 2023 થી શરૂ થવા જઈ રહી છે.
23 ડિસેમ્બરના રોજ યોજવામાં આવેલ મીની હરાજીમાં ઘણા દેશી અને વિદેશી ખેલાડીઓની કિસ્મત ચમકી ઉઠી હતી. જેમાં ઘણા ખેલાડીઓ પોતાની બેજ પ્રાઇસ કરતા ખૂબ જ ઊંચી કિંમતે વેચાયા હતા. આ હરાજીમાં મુંબઈ ઇન્ડિયન્સે 17.5 કરોડમાં ખરીદેલ આ સ્ટાર ખેલાડીએ સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ મેચમાં 3 ઓવરમાં 5 મહત્વની વિકેટ લઈને તબાહી મચાવી છે. જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
તમને જણાવી દે કે હાલ ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બોક્સિંગ ડે ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ મેચ દરમિયાન ઓસ્ટ્રેલિયાના સ્ટાર ઓલરાઉન્ડર કેમરોન ગ્રીને પોતાની ઘાતક બોલિંગથી તબાહી મચાવી છે. ઇનિંગ્સની શરૂઆત થતાની સાથે જ ગ્રીન બેટ્સમેનોને ધડાધડ આઉટ કરતો જોવા મળ્યો હતો. આ મેચની એક ઇનિંગ્સ દરમિયાન 3 ઓવરમાં સતત 5 વિકેટ લઈને વિરોધી ટીમમાં તબાહી મચાવી હતી. આ મેચ દરમિયાન તેનો ઇકોનોમી રેડ 2.50નો હતો.
Ipl 2023 ની મીની હરાજીમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ દ્વારા કેમરોન ગ્રીનને 17.5 કરોડ આપીને પોતાની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. કેમરોન ગ્રીનની આ ઘાતક બોલીને કારણે એવું સાબિત થઈ ગયું છે કે મુંબઈ ઇન્ડિયન્સે તેને આટલા રૂપિયા આપીને ખરીદી કરવામાં કોઈ ભૂલ કરી નથી. તે IPL 2023 માં ધૂમ મચાવતો જોવા મળી શકે છે… જુઓ અહીં વિડીયો..