શ્રીલંકા સામેની વનડે સિરીઝ પૂર્ણ થતાં આ સ્ટાર ખેલાડીનું કરિયર પણ થયું સમાપ્ત, હવે ક્યારેય નહીં મળે ભારતીય ટીમમાં સ્થાન…
ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચોની વનડે સિરીઝ રવિવારે જ પૂર્ણ થઈ છે. ભારતીય ટીમે ઘર આંગણે આ સીરીઝમાં શ્રીલંકા સામે 3-0થી ભવ્ય ક્લીન સ્વીપ કર્યું છે. વનડે સિરીઝ પહેલા શ્રીલંકા સામે રમાયેલ ત્રણ મેચની T 20 સિરીઝમાં પણ ભારતે શાનદાર જીત મેળવી હતી. ભારતના ઘણા યુવા ખેલાડીઓ અને સિનિયર ખેલાડીઓ ફરી તેના ઘાતક ફોર્મમાં પાછા ફર્યા છે. પરંતુ શ્રીલંકા સિરીઝ પૂર્ણ થતા આ સ્ટાર ખેલાડીનું કરિયર પણ સમાપ્ત થયું છે.
રોહિત શર્માની આગેવાની હેઠળ ભારતીય ટીમે વન-ડે સિરીઝમાં ખૂબ જ ઘાતક પ્રદર્શન બતાવ્યું છે. આગામી સમયમાં આવી રહેલ વન ડે વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને હાલ ભારતીય ટીમમાં ઘણા બદલાવો અને મોટા નિર્ણયો પણ લેવામાં આવી રહ્યા છે. ખરાબમાં ફોર્મમાં ચાલી રહેલ કેટલાક સિનિયર ખેલાડીઓ અને યુવા ખેલાડીઓને ટીમમાંથી બહારનો રસ્તો બતાવવામાં આવી રહ્યો છે.
પરંતુ તાજેતરમાં જ શ્રીલંકા સામેની વનડે સિરીઝમાં આ સિનિયર સ્ટાર ખેલાડીને બહારનો રસ્તો બતાવવામાં આવ્યો છે. આગામી સમયમાં તે ફરી ભારતીય ટીમમાં જોવા મળશે નહીં. શ્રીલંકા સિરીઝ સાથે તેનું કરિયર પણ સમાપ્ત થયું હોય તેવું લાગી રહ્યું છે. આ સ્ટાર ખેલાડી છેલ્લા ઘણા સમયથી ટીમ ઇન્ડિયા માટે બોજ સમાન બન્યો હતો. ચાલો નીચે જાણીએ આ ભારતીય સ્ટાર ખેલાડી કોણ છે.
શ્રીલંકા સામેની સિરીઝ પૂર્ણ થતા ભારતીય ટીમનો સ્ટાર સ્પિન બોલર યુજવેન્દ્ર ચહલનું કરિયર સમાપ્ત થયું છે. છેલ્લા ઘણા સમયથી તે ખૂબ જ ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો હતો. શ્રીલંકા સામેની આ ત્રણ મેચોની વનડે સિરીઝની પ્રથમ મેચમાં તેને સુવર્ણ તક આપવામાં આવી હતી. પરંતુ આ મેચ દરમિયાન તેણે કંઈ ખાસ કમાલ કરી બતાવ્યો નથી. જેને કારણે શ્રીલંકા સામેની બાકીની બે વન-ડે મેચોમાં તેને બહારનો રસ્તો બતાવવામાં આવ્યો હતો.
ટી 20 વર્લ્ડ કપમાં પણ ચહલને બહાર બેંચ પર બેસાડવામાં આવ્યો હતો અને તે મેચો દરમિયાન બીજા ખેલાડીઓને પાણી પીવડાવતો નજરે પડ્યો હતો. ફરી એકવાર તેને શ્રીલંકા સામે એક મોકો આપવામાં આવ્યો હતો પરંતુ તે તેમાં ફેલ થયો હોય હતો. જેને કારણે શ્રીલંકા સિરીઝ પૂર્ણ થતાની સાથે જ યજવેન્દ્ર ચહલનું કરિયર પણ સમાપ્ત થયું છે. આગામી સમયમાં તેને ટીમ ઇન્ડિયામાં સ્થાન મળવું મુશ્કેલ લાગી રહ્યું છે. યજવેન્દ્ર ચહલના સ્થાને હાલ ભારતીય ટીમમાં કુલદીપ યાદવને મોટી તક આપવામાં આવી છે. કુલદીપ યાદવ દરેક મેચમાં મહત્વની વિકેટો છટકાવીને ટીમને સારું યોગદાન આપી રહ્યો છે.