હાર્દિક પંડ્યા કેપ્ટન બનતાની સાથે જ આ દિગ્ગજ ગુજરાતી ખેલાડીને એક ઝટકે કર્યો ટીમ માંથી બહાર..
આવતીકાલથી ન્યૂઝીલેન્ડ સામે ત્રણ મેચોની t20 સિરીઝ રમાવા જઈ રહી છે. બીસીસીઆઈ દ્વારા હાર્દિક પંડ્યાને ટી ટ્વેન્ટી ફોર્મેટમાં કેપ્ટન તરીકેની કમાન સોંપવામાં આવી છે. કેપ્ટન બનતાની સાથે જ હાર્દિક પંડ્યા એ પોતાના તેવર બતાવ્યા છે. હાલ અત્યારે સ્ટાફ સાથે સમગ્ર ટીમને ન્યૂઝીલેન્ડ પ્રવાસે પહોંચી ગઈ છે. ન્યૂઝીલેન્ડ સામે 18 નવેમ્બર થી 22 નવેમ્બર ની વચ્ચે ત્રણ મેચની T 20 સિરીઝ યોજવાની છે.
હાર્દિક પંડ્યા ફરી એક વખત ટીમનું સંચાલન કરતો જોવા મળશે. ટી 20 વર્લ્ડ કપ બાદ ટીમ ઇન્ડિયામાં મોટા બદલાવો કરવામાં આવી રહ્યા છે કેટલાક સિનિયર ખેલાડીઓને હાલ આરામ આપવામાં આવ્યો છે તો કેટલાક યુવા નવા ખેલાડીઓને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. હાર્દિક પંડ્યા કેપ્ટન બનતા જ ટીમમાં મોટા બદલાવો કર્યા છે જેમાં આ ગુજરાતી ખેલાડીને એક ઝાટકે બહાર કરી દીધો છે.
વધુમાં તમને જણાવી દઈએ કે હાર્દિક પંડ્યા 2024 માં આવી રહેલ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ માટે ટીમને મજબૂત કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે. હાર્દિક પંડ્યા એ ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર ગુજરાતી આ ખેલાડીને ટીમમાંથી બહારનો રસ્તો બતાવ્યો છે કેપ્ટન બનતાની સાથે જ હાર્દિક પંડ્યા એ ઘણા મોટા નિર્ણયો જાહેર કર્યા છે. હાર્દિક પંડ્યા આવે કોઈ પણ ખેલાડી ઉપર દયા રાખશે નહીં. તમને જણાવી દઈએ કે આ ખેલાડી કોણ છે?
ટી ટવેન્ટી ફોર્મેટમાં કેપ્ટન બનતાની સાથે જ હાર્દિક પંડ્યાએ મોહમ્મદ શમીને ટીમમાંથી એક ઝાટકે બહાર કર્યો છે. તો આ સાથે જ મોહમ્મદ સમી હવે વનડે સિરીઝ રમતો જ જોવા મળશે ટી20 ફોર્મેટમાંથી તેને બહાર કરવામાં આવ્યો છે છેલ્લા કેટલાક સમયથી બોલીંગ લાઈન ખૂબ ખરાબ નાખવાના કારણે આ સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક સમયથી તે ખૂબ જ ખરાબ પ્રદર્શન કરી રહ્યો છે.
હાર્દિક પંડ્યા અને મોહમ્મદ સમી બંને આઇપીએલમાં ગુજરાતની ટીમમાં સાથે રમી રહ્યા હતા. ત્યારે હાર્દિક પંડ્યા ગુજરાતની કમાન સંભાળી રહ્યો હતો. અને હાર્દિક પંડ્યા અને મોહમ્મદ શમી ખૂબ જ નજીકના મિત્રો છે છતાં પણ હાર્દિક પંડ્યાએ મોહમ્મદ શમી પર દયા રાખી નહીં અને તેને ન્યૂઝીલેન્ડ સામેની ટી ટ્વેન્ટી ફોર્મેટ માંથી બહાર કર્યો છે તો આ સાથે સાથે પંડ્યા આવતા સમયમાં વનડે સિરીઝ અને ટેસ્ટ મેચમાં સ્થાન આપવું કે નહીં તેના વિશે ઊંડાણપૂર્વક વિચારી શકે છે.