હાર્દિક પંડ્યા કેપ્ટન બનતા આ ધાતક ખેલાડીની કિસ્મત ચમકશે, ટીમમાં મળી શકે છે મોટું સ્થાન…

ટીમ ઇન્ડિયા સમગ્ર સ્ટાફ અને ટીમ સાથે હાલ ન્યૂઝીલેન્ડના પ્રવાસ પર છે જ્યા ત્રણ મેચોની t20 સિરીઝ શરૂ થઈ છે ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ t20 મેચ વરસાદને કારણે રદ થઈ છે. આજે ટી 20 સિરીઝ ની બીજી મેચ રમવા જઈ રહી છે t20 વર્લ્ડ કપ પછી ટીમ ઇન્ડિયામાં મોટા બદલાવો કરવામાં આવ્યા છે હાર્દિક પંડ્યાને ટી 20 ફોર્મેટ નો કેપ્ટન જાહેર કરવામાં આવ્યો છે. હાર્દિક પંડ્યા કેપ્ટન બનતાની સાથે જ આ ઘાતક ખેલાડીની કિસ્મત બદલી શકે છે. હાર્દિક પંડ્યા ટીમમાં મોટું સ્થાન આપી શકે છે.

T20 વર્લ્ડ કપ તાજેતરમાં જ પૂર્ણ થયો છે જેમાં ટીમ ઇન્ડિયાને ઇંગ્લેન્ડ સામેની સેમી ફાઈનલ મેચમાં ખૂબ જ શરમજનક હાર મળી હતી. આ હારને ભૂલીને હવે ટીમ ઇન્ડિયા ફરી નવી શરૂઆત કરવા જઈ રહી છે. જેને કારણે બીસીસીઆઈ દ્વારા ટીમ ઇન્ડિયામાં મોટા બદલાવો કરવામાં આવ્યા છે. બીસીસીઆઈ દ્વારા હાર્દિક પંડ્યાને કેપ્ટનશીપ બનાવવામાં આવ્યો છે તો આ સાથે જ કેટલાક સિનિયર ખેલાડીઓ જેવા કે રોહિત શર્મા, મોહમ્મદ શમી, વિરાટ કોહલી ને હાલ આરામ આપવામાં આવ્યો છે.

ટીમમાં કેટલાક નવા યુવા ખેલાડીઓને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. હાર્દિક પંડ્યા કેપ્ટન બનતા જ કેટલાક ખેલાડીઓનું કિસ્મત ચમકી શકે છે ચાલો આ ખેલાડી કોણ છે તેના વિશે વિગતવાર વાત કરીએ. હાર્દિક પંડ્યા શુભમનગીલને ટીમમાં દેબ્યું કરાવી શકે તેમ છે. રોહિત શર્મા અને રાહુલ ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર આરામ ઉપર છે. જેના કારણે શુભમનગીલને ઓપનિંગ કરવાની મોટી તક મળી શકે તેમ છે.

સુભમન ગીલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં T20 સિરીઝમાં એક પણ વાર ડેબ્યૂ કર્યું નથી. પરંતુ હાર્દિક પંડ્યા આ ખેલાડીની કિસ્મત ચમકાવી શકે તેમ છે અને ન્યૂઝીલેન્ડ સામેની આ ટી20 સિરીઝમાં શુભમન ગીલને ઓપનિંગ કરવા ઉતારી શકે તેમ છે તો આ સાથે જ શુભમન ગીલ સારું પરફોર્મન્સ કરી રહ્યો છે. ઘાતક બોલાવરોની વચ્ચે ટકી શકે છે. અને સારો સ્કોર બનાવી શકવાની ક્ષમતા ધરાવે છે.

ipl 2022 માં શુભમન ગીલે સારામાં સારું પ્રદર્શન કર્યું હતું. ipl 2022માં શુભમન ગિલે 16 મેચોમાં 483 રન બનાવ્યા હતા અને ગુજરાત ટાઇટન્સ ને 2022 નો કપ અપાવ્યો હતો. શુભમન ગીલને ઓપનિંગ કરવાનો ખૂબ જ મોટો અનુભવ છે જે ટીમ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે તેમ છે. શુભમન ગીલ 23 વર્ષનો યુવા ખેલાડી છે. છેલ્લા કેટલાક સમયથી તેની બેટીંગને કારણે તે ખૂબ જ પ્રસિદ્ધ થયો છે ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર તે સારૂ પ્રદર્શન દેખાડીને ટીમ ઇન્ડિયામાં કાયમી સ્થાન પ્રાપ્ત કરી શકે તેમ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *