ભારત એશિયા કપ 2023 રમવા માટે પાકિસ્તાન જશે કે નહીં? BCCI જનરલ સેક્રેટરી જય શાહે લીધો અંતિમ મોટો નિર્ણય જાણો…
દુનિયાની તમામ ટીમો છેલ્લા ઘણા સમયથી વર્ષ 2023 માં ભારતમાં રમનારા વન ડે વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને તેની પૂર્વ તૈયારીઓ કરી રહી છે. આ વનડે વર્લ્ડ કપની સાથે આ વર્ષે એશિયા કપ 2023 નું પણ મોટું આયોજન કરવામાં આવ્યું છે. એશિયા કપ 2023 ને ધ્યાનમાં રાખીને હાલ મોટા નિર્ણયો કરવામાં આવી રહ્યા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા ઘણા સમયથી એશિયા કપ 2023ને લઈને ઘણા વિવાદો થઈ રહ્યા છે.
તાજેતરમાં જ ભારત પાકિસ્તાન વચ્ચેનો એક મોટા વિવાદનો ઉકેલ આવ્યો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા ઘણા સમયથી વન-ડે અને ટેસ્ટ કે પછી ટી 20 સિરીઝો રમાઇ નથી. છેલ્લે ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્ષ 2012-13 માં ત્રણ મેચોની સિરીઝ રમાઈ હતી. ત્યારબાદ આજ સુધી એક પણ મેચો કેટલાક વિવાદોને કારણે રમાઈ શકી નથી.
વર્ષ 2023ના એશિયા કપનું આયોજન પાકિસ્તાનમાં કરવામાં આવ્યું છે. પરંતુ ભારતીય ટીમ પાકિસ્તાન આ એશિયા કપ રમવા જશે કે નહીં તેને લઈને હાલ મોટો વિવાદ ચાલી રહ્યો છે. છેલ્લા લાંબા સમયથી ભારતીય ટીમ પાકિસ્તાન જશે કે નહીં તેને લઈને મોટી ચર્ચાઓ અને વિચારણાઓ ચાલી રહી હતી. પરંતુ ગઈકાલે એટલે કે ચાર ફેબ્રુઆરીના રોજ એશિયન ક્રિકેટ કાઉન્સિલની બેઠક યોજવામાં આવી હતી.
ACCની આ બેઠકમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ બીસીસીઆઈના અધ્યક્ષ અને જનરલ સેક્રેટરી જય શાહે આ વિવાદ મામલે પોતાનો અંતિમ અને છેલ્લો મોટો નિર્ણય જાહેર કર્યો છે. આ મોટા નિર્ણયમાં જય શાહે પાકિસ્તાન સામે ધડાકો કર્યો છે. તમને જણાવી દઈએ કે બીસીસીઆઈના જનરલ સેક્રેટરી જય શાહે ફરી એકવાર પાકિસ્તાન રમવા જવાની આ વાતને ચોખ્ખા શબ્દોમાં નકારી કાઢી છે.
જય શાહે એશિયન ક્રિકેટ કાઉન્સિલની આ મિટિંગમાં ચોખ્ખા શબ્દોમાં જણાવ્યું છે કે ભારતીય ટીમ એશિયા કપ 2023 રમવા માટે પાકિસ્તાન જશે નહીં. આ અમારો અંતિમ અને છેલ્લો મોટો નિર્ણય છે. અમે પહેલેથી જ ઘણી મેચો રમી ચૂક્યા છીએ. જેને કારણે એશિયા કપનું આ આયોજન અન્ય કોઈ જગ્યાએ કરવામાં આવે એવી અમે એશિયન ક્રિકેટ કાઉન્સિલ પાસે આશા રાખીએ છીએ.
જય શાહે પાકિસ્તાનમાં રમવાની ચોખ્ખી ના પાડીને મોટો ધડાકો કર્યો છે. તે ભારતીય ટીમને પાકિસ્તાનમાં રમવા જવાનું મોટું રિસ્ક લેવા માંગતા નથી. ભારત અને પાકિસ્તાન વચ્ચે સીમારેખા ને લઈને ઘણા વર્ષોથી સંબંધો ખરાબ ચાલી રહ્યા છે તો આવી પરિસ્થિતિમાં ભારત પાકિસ્તાન રમવા જાય અને કંઈક દુર્ઘટના ઘટે તો ભારતીય ટીમને મોટું નુકસાન થઈ શકે છે. જેને કારણે જય શાહ આ મોટું રિસ્ક લેવા માગતા નથી અને તેને ચોખ્ખા શબ્દોમાં ભારત પાકિસ્તાન એશિયા કપ રમવા નહિ આવે તેને લઈને અંતિમ ફેંસલો સુનાવ્યો છે.