કેપ્ટન રોહિતે લાઇવ મેચમાં બાળક સાથે કર્યું એવું કે તે જોઈને કરોડો ક્રિકેટ ચાહકોના દિલ પીગળી ગયા…-જુઓ વિડિયો
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે શનિવારે છત્તીસગઢના રાયપુર સ્ટેડિયમ ખાતે બીજી વન-ડે મેચ રમાઈ હતી. ભારતે આ મેચ 8 વિકેટે જીતી હતી. આ જીત મળતાની સાથે જ ન્યૂઝીલેન્ડ સામેની આ સમગ્ર સીરીઝમાં ભારતે 2-0થી વિજય લીડ મેળવી છે. આ મેચ દરમિયાન કેપ્ટન રોહિત શર્મા સાથે શરૂ મેચમાં એક મોટી ઘટના ઘટી હતી જેને કારણે ટીમ ઇન્ડિયાના અબજો ક્રિકેટ ચાહકોનું દિલ જીતી લીધું હતું.
ન્યૂઝીલેન્ડ સામેની આ બીજી વન-ડે મેચ વિશે ટૂંકમાં વાત કરીએ તો પ્રથમ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોચ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ન્યૂઝીલેન્ડની ટીમને બેટિંગ કરવા માટે મેદાને આમંત્રિત કરી હતી. ન્યૂઝીલેન્ડની ટીમ ફક્ત 34.3 ઓવરમાં 108 રન બનાવીને સમગ્ર પેવેલિયન ભેગી થઈ હતી. ત્યારબાદ ભારતે 20.1 ઓવરમાં બે વિકેટ ગુમાવીને 111 રન બનાવી 8 વિકેટે ભવ્ય વિજય મેળવ્યો હતો.
રોહિત શર્માની કેપ્ટન શિપ હેઠળ ટીમ ઇન્ડિયા હાલ ખૂબ જ મજબૂત સ્થિતિમાં જોવા મળી રહી છે. આ મેચ દરમિયાન રોહિત શર્માએ 50 બોલમાં 51 રન ફટકાર્યા હતા. આ મેચ દરમિયાન કેપ્ટન રોહિત શર્મા જ્યારે બેટિંગ કરવા મેદાને ઉતર્યો હતો ત્યારે તેની સાથે એક મોટી રસપ્રદ ઘટના ઘટી હતી. રોહિત શર્માએ મિડલ ગ્રાઉન્ડ પર એક એવું કામ કર્યું હતું કે જેને કારણે ભારતીય ટીમના અબજો ક્રિકેટ ચાહકોનું દિલ પીગળી ગયું હતું.
ખરેખર ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેણે ઈન્ટરનેટને હલબલાવી નાખ્યું છે. ટીમ ઈન્ડિયાની બેટિંગ દરમિયાન દસમી ઓવરમાં કેપ્ટન રોહિત શર્મા ઓવરનો પાંચમો બોલ રમવા માટે પીચ પર તૈયાર હતો. ત્યારે અચાનક હિટમેનનો એક નાનો ચાહક સિક્યુરિટી ગાર્ડન તોડીને મેદાન પર આવ્યો હતો અને રોહિત શર્માને ગળે પણ વળગ્યો હતો. કેપ્ટન રોહિત શર્મા આ બાળકને નજીક આવતા જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો હતો.
આ પછી ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ પણ બાળકને ગળે લગાવ્યું, આ દરમિયાન સુરક્ષાકર્મીઓએ આ બાળકને પાછળથી પકડીને જોરથી ખેંચવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ત્યારે માસૂમ બાળક સાથે સિક્યોરિટી ગાર્ડનું આવું વર્તન જોઈને હિટમેન રોહિત શર્મા પોતાની જાતને રોકી શક્યો નહીં અને તેણે સિક્યુરિટી ગાર્ડને બાળક સાથે કંઈ ન કરવા અને તેને આરામથી ગ્રાઉન્ડમાંથી બહાર લઈ જવા કહ્યું. જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જુઓ વિડિયો…