વીવીએસ લક્ષ્મણે કર્યો ધડાકો, કોચ બનતા જ પોતાના આ 2 ખાસ ખેલાડીઓને આપ્યું સ્થાન…

ભારતીય ક્રિકેટ ટીમ તાજેતરમાં વર્લ્ડ કપ 2023ની મેચો રમતી જોવા મળી હતી. આ ટુર્નામેન્ટ હાલમાં પૂર્ણ થઈ છે અને હવે આવતીકાલથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચોની મહત્વની ટી-20 સિરીઝ શરૂ થવાની છે. આ સિરીઝની પ્રથમ મેચ આવતીકાલે વિશાખાપટ્ટનમ ખાતે રમાવાની છે. આ મેચ પહેલા હાલમાં એક અન્ય મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે.

ઓસ્ટ્રેલિયા સામેની ટી-20 સિરીઝમાં રોહિત, કોહલી અને રાહુલ જેવા તમામ સિનિયર ખેલાડીઓને બહાર કરવામાં આવ્યા છે. બીજી તરફ વીવીએસ લક્ષ્મણને હેડ કોચિંગની જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત ઘણા નવા ચહેરાઓને પણ સ્થાન આપવામાં આવ્યું છે. લક્ષ્મણે હેડ કોચ બનતાની સાથે જ હાલમાં એક મોટો ધડાકો કર્યો હોય તેવું પણ કહી શકાય છે. તેણે ઘણો મોટો ફાયદો ઉઠાવ્યો છે.

લક્ષ્મણે હેડ કોચ બનતા જ પોતાના આ બે ખાસ ખેલાડીઓને તાત્કાલિક ટીમમાં સ્થાન આપ્યું છે. તે બંને છેલ્લા ઘણા સમયથી સારું પ્રદર્શન કરી રહ્યા હતા. તેઓને ભારતનું ભવિષ્ય પણ માનવામાં આવે છે. તેઓ આ તમામ મેચોમાં ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે. તેઓની કિસ્મત અચાનક જ ચમકી છે. તો ચાલો આપણે જાણીએ કે આ બંને ભારતીય ખેલાડીઓ કોણ કોણ છે.

સૌપ્રથમ વાત કરીએ તો ભારતીય સ્ટાર બેટ્સમેન તિલક વર્માને તાત્કાલિક સ્થાન આપવામાં આવ્યું છે. તિલક વર્મા અને સૂર્યકુમાર યાદવ બંને આઇપીએલમાં મુંબઈ તરફથી રમીને ઘણું સારું પ્રદર્શન કરી ચૂક્યા છે. બીજી તરફ તિલક વર્મા મિડલ ઓર્ડરમાં બેટિંગ કરવા માટે જાણીતો છે. તેણે અત્યાર સુધી ઘણા રન બનાવ્યા છે. તેને તક મળવી ખૂબ જરૂરી હતું. લક્ષ્મણે હેડ કોચ બનતા આજે તેને તાત્કાલિક સ્થાન આપ્યું છે.

આ ઉપરાંત ભારતીય સ્ટાર ફિનિશર રીન્કુ સિંહને પણ હાલમાં સામેલ કરવામાં આવ્યો છે. આગામી વર્લ્ડકપ પહેલા તેને ફિનિશર તરીકે તેને સેટ કરવામાં આવશે. હાલમાં તેને સિનિયર ખેલાડીઓની ગેરહાજરીમાં તક મળવી જરૂરી હતી. આ પણ એક મહત્વપૂર્ણ નિર્ણય ગણી શકાય છે. બીજી તરફ શિવમ દુબે, યશસ્વી જયસ્વાલ અને મુકેશ કુમાર જેવા અન્ય ઘણા ખેલાડીઓને પણ સ્થાન મળ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *