વીવીએસ લક્ષ્મણ થયો બહાર, BCCIએ તાત્કાલિક આ ખેલાડીને બનાવ્યો નવો હેડ કોચ…
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હાલમાં ઘર આંગણે 5 મેચોની મહત્વની ટી-20 સિરીઝ રમાઈ રહી હતી. આ સિરીઝ તાજેતરમાં જ પૂર્ણ થઈ છે. ગઈકાલે ભારતે પાંચમી મેચમાં વિજય મેળવ્યો હતો અને આ સિરીઝને 4-1થી જીતી લીધી છે. હવે ભારતીય ટીમ સાઉથ આફ્રિકા સામે ત્રણ મેચોની ટી-20 સિરીઝ રમવાની છે પરંતુ આ પહેલા બદલાવોને લઈને અન્ય સમાચાર સામે આવ્યા છે.
આગામી ટી-20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને અત્યારથી જ બીસીસીઆઈ એક્શન મોડમાં આવ્યું હોય તેવું કહી શકાય છે. હાલમાં ભારતીય ટીમમાં કોચિંગની જવાબદારી વીવીએસ લક્ષ્મણને સોંપવામાં આવી હતી પરંતુ સાઉથ આફ્રિકા સિરીઝમાં ફરી એક વખત બદલાવ કરવામાં આવ્યો છે. વીવીએસ લક્ષ્મણને બહાર કરીને તાત્કાલિક હાલમાં આ ખેલાડીને નવો હેડકોચ બનાવવામાં આવ્યો છે.
બીસીસીઆઈની બેઠક દરમિયાન હાલમાં જ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં આ ખેલાડીને હેડ કોચિંગની જવાબદારી સોંપવામાં આવી છે. તે ટૂંક સમયમાં જ તમામ ખેલાડીઓ સાથે સાઉથ આફ્રિકા જવા રવાના થશે. હાલમાં જ તેણે આ કોન્ટ્રાક્ટ સાઇન કર્યો છે. ફરી એક વખત તે મહત્વપૂર્ણ સાબિત થશે. તો ચાલો આપણે જાણીએ કે આ નવો હેડ કોચ કોણ છે.
તમને જણાવી દઈએ કે બીસીસીઆઈ દ્વારા ફરી એક વખત રાહુલ દ્રવિડને હેડ કોચિંગની જવાબદારી સોંપવામાં આવી છે. રાહુલ દ્રવિડનો કાર્યકાળ વર્લ્ડ કપ પૂર્ણ થતાની સાથે જ પૂર્ણ થયો હતો પરંતુ ફરી એક વખત તેને મોટી જવાબદારી સોંપવામાં આવી છે. હાલમાં જ તેણે આ જવાબદારી સ્વીકારી લીધી છે. તેણે અત્યાર સુધી ઘણી સફળતા અપાવી છે. આવી સ્થિતિમાં તેની પસંદગી થઈ છે.
રાહુલ દ્રવિડ પહેલેથી વિશ્વની તમામ પિચો જાણે છે. બીજી તરફ હાલમાં તેણે એશિયા કપમાં પણ જીત અપાવી હતી. વર્લ્ડ કપમાં તેણે ભારતીય ટીમને ફાઇનલ સુધી પહોંચાડી હતી. હવે આગામી વર્લ્ડકપની તૈયારીના ભાગરૂપે તે ફરી એક વખત નવી ટીમ બનાવશે. દરેક ખેલાડીઓને યોગ્ય ક્રમ પર સેટ કરશે. અત્યારથી જ તે તમામ ખેલાડીઓ પર નજર રાખી રહ્યો છે.