વીવીએસ લક્ષ્મણે (કોચ) કહ્યું- અક્ષર પટેલે નહીં પરંતુ આ ખેલાડીએ કર્યો ગેમ પલટો, એકલા હાથે અપાવી જીત…
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ગઈકાલે 1 ડિસેમ્બરના રોજ રાયપુર ખાતે ચોથી ટી-20 મેચ રમાઈ હતી. આ મેચમાં ભારતે જીત મેળવી છે. આ સાથે જ આ સિરીઝમાં પણ જીત મેળવી છે. ભારતીય ટીમના ઘણા ખેલાડીઓ આ મેચમાં જબરદસ્ત ફોર્મમાં જોવા મળ્યા હતા. આ મેચ ઘણી મહત્વની સાબિત થઈ છે. મેચ બાદ ભારતીય કોચ વીવીએસ લક્ષ્મણે એક મહત્વનું નિવેદન આપ્યું છે.
સંપૂર્ણ મેચની ટૂંકમાં વાત કરીએ તો ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતી વખતે 174 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાની ટીમે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને માત્ર 154 રન બનાવ્યા હતા. જેથી ભારતને જીત મળી છે. આ મેચમાં અક્ષરે 3 વિકેટ લઈને ગેમ પલટો કર્યો હતો છતાં પણ વીવીએસ લક્ષ્મણે અક્ષરને નહીં પરંતુ આ ખેલાડીને ગેમ ચેન્જર ગણાવ્યો છે.
વીવીએસ લક્ષ્મણે ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે અક્ષરે ભલે 3 વિકેટ લીધી પરંતુ આ ખેલાડીએ અસલી ગેમ ચેન્જ કરી છે. તેના કારણે જ ગેમ પલટો થયો અને ઓસ્ટ્રેલિયન ટીમ પર દબાણ જોવા મળ્યું હતું. એક સમયે તેઓ જીત મેળવે તેમ હતા પરંતુ આ ખેલાડીના કારણે જ આજે ભારતીય ટીમને જીત મળી છે. તો ચાલો આપણે જાણીએ કે આ ભારતીય સ્ટાર ખેલાડી કોણ છે.
તમને જણાવી દઈએ કે વીવીએસ લક્ષ્મણે મેચ પૂર્ણ થયા બાદ દિપક ચહરની બોલિંગ વિશે ઘણી વાતો કહી છે. તેણે જણાવ્યું છે કે એક સમયે ઓસ્ટ્રેલિયન ટીમના બેટ્સમેન ટીમ ડેવિડ અને મેટ શોર્ટ સેટ થઈ ચૂક્યા હતા. તેઓ મેચ જીતાડી શકે તેમ હતાં પરંતુ દીપકે આવતાની સાથે જ તે બંનેને આઉટ કર્યા હતા અને ત્યાંથી જ ગેમ પલટો થયો હતો. ત્યારબાદ તેઓ વાપસી કરી શક્યા નહીં.
વીવીએસ લક્ષ્મણે વધુમાં જણાવ્યું કે દીપકની સારી બોલિંગના કારણે ભારતને આજે જીત મળી છે. બીજી તરફ અક્ષરે પણ ઘણું સારું પ્રદર્શન કર્યું છે. તેણે શરૂઆતમાં ઘણી સફળતા અપાવી હતી. આ ઉપરાંત રીન્કુ અને જીતેશ જેવા ખેલાડીઓ પણ બેટિંગમાં સફળ રહ્યા છે. ભારતીય ટીમની બેટિંગ અને બોલિંગ બંને લાઈન હાલમાં મજબૂત બની રહી છે.