વિરેન્દ્ર સેહવાગે કહ્યું- આ ખેલાડી ભારતને હરાવશે વર્લ્ડ કપ, બની રહ્યો છે માથાનો દુખાવો…
ભારતીય ક્રિકેટ ટીમ આજે અફઘાનિસ્તાન સામે જબરદસ્ત મેચ રમવાની છે. હાલમાં દિલ્હી ખાતે તમામ ખેલાડીઓ પ્રેક્ટિસ કરતા જોવા મળ્યા છે. ઓસ્ટ્રેલિયા સામે જીત મેળવ્યા બાદ હવે અફઘાનિસ્તાન સામે પણ જીત મળે તેવી આશા રહેલી છે. આ મેચ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે. આ ઉપરાંત હાલમાં એક અન્ય મહત્વના સમાચાર પણ સામે આવ્યા છે.
ભારતીય ટીમને મજબૂત કરવા માટે છેલ્લા ઘણા સમયથી અલગ અલગ ખેલાડીઓને સ્થાન આપવામાં આવી રહ્યું હતું. ટીમની બેટિંગ અને બોલિંગ હાલમાં ઘણી મજબૂત જોવા મળી છે પરંતુ હજુ પણ ઘણા ખેલાડીઓનું ખરાબ ફોર્મ દેખાઈ રહ્યું છે. જેના કારણે સતત મુશ્કેલીઓ થઈ રહી છે. આ બાબતે વિરેન્દ્ર સેહવાગે જણાવ્યું છે કે આ ખેલાડી હાલમાં માથાનો દુખાવો બની રહ્યો છે.
વિરેન્દ્ર સેહવાગે તાજેતરમાં ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે આ ખેલાડી ફોર્મમાં ન હોવાના કારણે ઘણું નુકસાન થઈ રહ્યું છે. ઓસ્ટ્રેલિયા સામે પણ આપણે જોયું હતું કે તેના આઉટ થવાના કારણે ટીમ વેર વિખેર થઈ હતી. આવા કારણોસર તે વર્લ્ડ કપમાં હારનું કારણ બની શકે છે. તેના કારણે વર્લ્ડ કપ ગુમાવો પડી શકે છે. તો ચાલો જાણીએ આ ભારતીય ખેલાડી કોણ છે.
તમને જણાવી દઇએ કે વિરેન્દ્ર સેહવાગે તાજેતરમાં રોહિત શર્માના ખરાબ ફોર્મ વિશે ઘણી વાતો કહી છે. તેણે કહ્યું છે કે રોહિત ઓસ્ટ્રેલિયા સામે શૂન્ય રન પર આઉટ થયો હતો. તેના કારણે અન્ય ખેલાડીઓ પર દબાણ જોવા મળ્યું હતું. આ પહેલા પણ તે ઘણી વખત આવી રીતે ટીમને મુશ્કેલીમાં મૂકી ચૂક્યો છે. છેલ્લાં ઘણા વર્ષોથી તે વિસ્ફોટક બેટિંગ કરવામાં નિષ્ફળ રહ્યો છે. જેના કારણે નુકસાન થઇ રહ્યું છે.
સેહવાગે વધુમાં જણાવ્યું કે જો રોહિત સારા ફોર્મમાં નહીં આવે તો ઘણું મોટું નુકસાન થઈ શકે છે. શરૂઆતમાં જ કોહલી અને ઐયર પર દબાણ જોવા મળી શકે છે. જેના કારણે ઘણી મોટી મેચો ગુમાવી પડી શકે છે. ભારતીય ક્રિકેટ ટીમને અત્યારથી જ આ બાબતે ધ્યાન રાખવું જોઈએ. અન્ય ખેલાડીઓની ફિટનેસ પણ ઘણી મહત્વની છે. આજની મેચ પણ મહત્વની સાબિત થશે.