વિરાટ કોહલીએ એક હાથે ફટકારેલા શોર્ટને લિટન દાસે પક્ષીની જેમ હવામાં ઉડીને પકડ્યો જોરદાર કેચ, આ જોઈને કોહલી પણ ચોંકી ઉઠ્યો.. – જુઓ વિડિયો..
ટીમ ઇન્ડિયા હાલ બાંગ્લાદેશના પ્રવાસ પર છે. જ્યાં ત્રણ મેચોની વન-ડે સિરીઝની શરૂઆત થઈ છે. આ સિરીઝની પ્રથમ વન-ડે મેચ રવિવારે શેરે એ બાંગ્લા સ્ટેડિયમમાં રમાઈ હતી. જેમાં બાંગ્લાદેશના કેપ્ટન લિટન દાસે પ્રથમ ટોચ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. અને ટીમ ઇન્ડિયાને બેટિંગ કરવા માટે મેદાને આમંત્રિત કરી હતી. બાંગ્લાદેશે આ મેચમાં ખૂબ જ જોરદાર બોલિંગ દેખાડી હતી.
ટીમ ઇન્ડિયા પ્રથમ બેટિંગ કરવા માટે મેદાને ઉતરી હતી. પરંતુ ઓપનર બેટ્સમેન રોહિત શર્મા અને શિખર ધવન કંઈ ખાસ પ્રદર્શન દેખાડી શક્યા નહીં. ત્યારબાદ નંબર ત્રણ પર બેટિંગ કરવા માટે વિરાટ કોહલી આવ્યો હતો. વિરાટ કોહલીએ પણ વનડે સિરીઝની આ પ્રથમ મેચમાં સફળ થઈ શક્યો નહીં. ટીમ ઇન્ડિયાએ 49 ના નાના સ્કોરમાં 3 મોટી વિકેટ ગુમાવી હતી. આ ત્રણ વિકેટમાં વિરાટ કોહલીની વિકેટ પર બધાનું ધ્યાન ખેંચાયું હતું.
વિરાટ કોહલીની વિકેટનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. બાંગ્લાદેશ તરફથી 11મી ઓવર નાખવા માટે સ્પીન શાકિબ અલ હસન આવ્યો હતો. તેની ઓવરના પહેલા જ બોલ પર તેણે કેપ્ટન રોહિત શર્માની મોટી વિકેટ લીધી હતી. ત્યારબાદ આ જ ઓવરના ચોથા બોલ પર વિરાટ કોહલીએ એક હાથે જોરદાર શોર્ટ ફટકાર્યો હતો. પરંતુ બાંગ્લાદેશના કેપ્ટન લિટન દાસે હવામાં પક્ષીની જેમ ઉડીને આ કેચ ઝડપ્યો હતો.
વિરાટ કોહલીએ એક હાથે ફટકારેલ જોરદાર શોટનો કેચ થતા તે પણ ચોંકી ઉઠ્યો હતો. વિરાટ કોહલીને આ કેચ પર વિશ્વાસ આવતો ન હતો. પરંતુ કેપ્ટન લિટન દાસે વાસ્તવમાં કારનામું કરી બતાવ્યું હતું. આ કેચનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. કેચ થતા વિરાટ કોહલી નિરાશ થઇ ગયો હતો.અને પેવેલિયન તરફ પાછો ફર્યો હતો. જુઓ આ વિડિયો…