વિરાટ કોહલીએ લાઇવ મેચમાં ‘ઝૂમે જો પઠાણ મેરી જાન’ ગીત ઉપર કર્યો એવો જોરદાર ડાન્સ કે સોશિયલ મીડિયા પર લાગી આગ, જુઓ Video
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે શનિવારે 4 મેચોની ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચ પૂર્ણ થઈ છે. આ સિરીઝની પ્રથમ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયા સામે એક ઇનિંગ્સ અને 132 રને ભવ્ય વિજય મેળવ્યો છે. આ વિજય મેળવતાની સાથે જ સમગ્ર સિરીઝમાં ભારતે 1-0 થી મોટી લીડ પ્રાપ્ત કરી છે. રોહિત શર્માની કેપ્ટન શિપ હેઠળ હાલ ભારતીય ટીમ ખૂબ જ સારા ફોર્મમાં જોવા મળી રહી છે.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચમાં પહોંચવા માટે ભારતીય ટીમને આ સમગ્ર સિરીઝ જીતવી ખૂબ જ અગત્યની છે. તમને જણાવી દઈએ કે નાગપુરમાં રમાયેલ પ્રથમ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ મેચ દરમિયાન ટીમ ઇન્ડિયાનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી મેદાનમાં પઠાણ ફિલ્મના ગીત પર ડાન્સ કરતો નજરે પડ્યો હતો.
તેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર આગ લગાવી રહ્યો છે. ટીમ ઇન્ડિયાનો ભૂતપૂર્વ કેપ્ટન અને રન મિશન વિરાટ કોહલી હમેશા પોતાની અલગ સ્ટાઇલને કારણે જાણીતો છે. વિરાટ કોહલી મેદાન ઉપર કે મેદાનની બહાર ક્રિકેટની સાથે સાથે બીજી કેટલીક પ્રવૃત્તિઓમાં પણ રસ ધરાવે છે. તેની આ અનોખી સ્ટાઇલને કારણે હંમેશા સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બનતો હોય છે.
વિરાટ કોહલી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ પણ રહે છે. ફરી એકવાર તેના ચાહકોને લાઈવ મેચમાં ડાન્સ કરીને એક અલગ જ અવતાર બતાવ્યો છે. મિડલ ગ્રાઉન્ડ પરથી બીજા ખેલાડીઓની સાથે વિરાટ કોહલી મસ્તી કરતો જોવા મળ્યો છે.
વીડિયોમાં જોઈ શકાય તેમ છે કે વિરાટ કોહલી તાજેતરમાં જ શાહરુખ ખાનની રિલીઝ થયેલ હિટ ફિલ્મ પઠાણનું ગીત “ઝૂમે જો પઠાણ મેરી જાન” પર જોરદાર ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. તમને જણાવી દઈએ કે આ વિડીયો નાગપુરમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતે પ્રથમ ટેસ્ટ મેચમાં શાનદાર જીત નોંધાવ્યા બાદ વિરાટ કોહલી આ ગીત દ્વારા તેનું સેલિબ્રેશન કરતો નજરે પડ્યો છે. જુઓ વિરાટ કોહલીનો વાયરલ વીડિયો