વિરાટ કોહલી ન્યુઝીલેન્ડ સામે ચાલી રહેલ વનડે સિરીઝ માંથી અચાનક થશે બહાર, પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ જણાવ્યું આ મોટું કારણ….
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે હાલ ત્રણ મેચોની વનડે સિરીઝની શાનદાર શરૂઆત થઈ છે. આ સિરીઝની પ્રથમ મેચ બુધવારે હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. ત્યારબાદ હવે બીજી વન-ડે મેચ આવતીકાલે 21 જાન્યુઆરીના રોજ રાયપુર ખાતે રમવા જઈ રહી છે. પરંતુ ન્યૂઝીલેન્ડ સિરીઝ વચ્ચે એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ વિરાટ કોહલી ન્યુઝીલેન્ડ સામેની આ સિરીઝ માંથી અધવચ્ચે થશે બહાર તેને લઈને મોટું નિવેદન આપ્યું છે.
ન્યૂઝીલેન્ડ સામેની આ વન-ડે સિરીઝની પ્રથમ મેચ વિશે ટૂંકમાં વાત કરીએ તો પ્રથમ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોચ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ન્યૂઝીલેન્ડ ટીમને પ્રથમ બોલિંગ કરવા મેદાને આમંત્રિત કરી હતી. ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરીને 349 રનનો મોટો સ્કોર ઉભો કર્યો હતો. ત્યારબાદ ન્યુઝીલેન્ડ ટીમે બેટિંગ કરવા માટે મેદાને ઉતરી હતી. પરંતુ 337 રન બનાવીને સમગ્ર ટીમ ઓલ આઉટ થઈ હતી.
ભારતીય ટીમે આ મેચ દરમિયાન 12 રને રોમાંચિત જીત હાંસલ કરી હતી જેને કારણે આ સમગ્ર સિરીઝમાં ભારતે 1-0 થી મોટી લીડ મેળવી છે. આ મેચ દરમિયાન વિરાટ કોહલી ફક્ત 8 રન બનાવીને આઉટ થયો હતો. શ્રીલંકા સામે વિરાટ કોહલી એ ત્રણ મેચોની વન-ડે સિરીઝમાં ઉપરાઉપરી બે સદી ફટકારી હતી. ન્યૂઝીલેન્ડ સીરીઝની પ્રથમ મેચમાં ફ્લોપ સાબિત થયો હતો. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કોચ રવિ શાસ્ત્રી સાત વર્ષ સુધી ભારતીય ટીમની કોચની ભૂમિકા ભજવી છે. તેણે વિરાટ કોહલી વિશે મોટું નિવેદન આપ્યું છે ચાલો તેના પર એક નજર કરીએ.
તમને જણાવી દઈએ કે ભારતીય ટીમના પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીને એક સલાહ આપી છે. જો વિરાટ કોહલી આ સલાહનું પાલન કરશે તો તે ન્યૂઝીલેન્ડ સામે ચાલી રહેલ આ વન-ડે સિરીઝ માંથી અધવચ્ચે બહાર થઈ શકે છે. વિરાટ કોહલી છેલ્લા ઘણા સમયથી ખૂબ જ સારા ફોર્મમાં ચાલી રહ્યો છે તે વાઈટ બોલમાં ખૂબ જ જોરદાર પ્રદર્શન બતાવી રહ્યો છે પરંતુ ટેસ્ટ મેચો માટે હજુ સારા ફોર્મમાં જોવા મળ્યો નથી.
જેને કારણે પૂર્વ કોચ રવિ શાસ્ત્રીનું એવું માનવું છે કે વિરાટ કોહલીએ ન્યૂઝીલેન્ડ સામે આ વનડે શ્રેણી રમવાને બદલે રણજી રમવી જોઈએ જેથી તે ટેસ્ટ ક્રિકેટમાં સારું પ્રદર્શન બતાવવા યોગ્ય ફોર્મમાં આવી શકે. તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયાને આવતા મહિને ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સિરીઝ રમવાની છે, તેથી રવિ શાસ્ત્રીએ વિરાટને આ સલાહ આપી છે.