T-20 વર્લ્ડ કપ 2024માં વિરાટ કોહલી થશે બહાર, આ દિગ્ગજ ખેલાડી લેશે તેનું સ્થાન…
તાજેતરમાં જ t20 વર્લ્ડ કપ ઓસ્ટ્રેલિયા ખાતે પૂર્ણ થયો છે જેમાં ટીમ ઇન્ડિયાએ શરૂઆતમાં ખૂબ જ શાનદાર પ્રદર્શન દેખાડ્યું હતું. પરંતુ ઇંગ્લેન્ડ સામેની સેમિફાઇનલ મેચમાં ખરાબ બોલિંગ લાઈનને કારણે ટીમ ઇન્ડિયાને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. તો આ સાથે જ આ મેચમાં વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યાએ ખૂબ જ શાનદાર બેટિંગ કરી હતી. છતાં પણ ટીમ ઇન્ડિયાએ 10 વિકેટે ઇંગ્લેન્ડ સામે જનક હાર મેળવી હતી. જેના કારણે આગામી વર્લ્ડકપ 2024ને લઈને bcci દ્વારા હાલ મોટા ફેરફારો ટીમમાં કરવામાં આવી રહ્યા છે.
વર્લ્ડ કપમાં હાર બાદ હાલ સમગ્ર ટીમ ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર છે જેમાં વિરાટ કોહલી રોહિત શર્મા અને મોહમ્મદ સમી ને આરામ આપવામાં આવ્યો છે. તો આ સાથે જ વિરાટ કોહલી અને રોહિત શર્મા ને ટી ટ્વેન્ટી ફોર્મેટ માંથી પણ આરામ આપવામાં આવ્યો છે. વિરાટ કોહલી ના પર્ફોર્મન્સ વિશે વાત કરવામાં આવે તો એશિયા કપ પછી તેનું બેટ શાંત થયું નથી ખૂબ જ સારામાં સારું પ્રદર્શન વિરાટ કોહલી કરી રહ્યો છે.
BCCI દ્વારા વિરાટ કોહલીને વન-ડે વર્લ્ડ કપ 2023 ની પૂર્વ તૈયારી માટે મોકલ્યો છે તો આ સાથે જ t20 વર્લ્ડ કપ 2023 ને ધ્યાનમાં લઈને આ સ્ટાર ખેલાડીને તેના સ્થાને સેટ કરવામાં આવશે. ટીમ ઇન્ડિયામાં વિરાટ કોહલી નંબર ત્રણ પર બેટિંગ કરવા માટે આવતો હતો પરંતુ નંબર ત્રણ પર બેટિંગ કરવા માટે હવે શ્રેયસ ઐયર ને સેટ કરવામાં આવી રહ્યો છે આગામી વર્લ્ડકપ 2023 માટે વિરાટ કોહલીનું સ્થાન શ્રેયસ ઐયર લઈ શકે છે જેને લઇને મોટા સંકેતો હાલ આપવામાં આવ્યા છે.
શ્રેયસ ખૂબ જ ઘાતક બેટિંગ કરતો નજરે પડે છે. અત્યાર સુધીમાં શ્રેયસ ઐયર ઘણી મોટી રમતો રમી છે. ન્યૂઝીલેન્ડ સામેની t20 સિરીઝમાં શ્રેયસ ઐયરને નંબર ત્રણ પર મોટું સ્થાન આપવામાં આવ્યું છે જો આ સિરીઝમાં સારામાં સારું પ્રદર્શન બતાવશે તો 2024માં આવતા ટી-ટ્વેન્ટી વર્લ્ડ કપમાં કાયમી સ્થાન તેને આપવામાં આવશે. કોહલીને કાયમી હટાવીને શ્રેયસ ઐયરને તેનું સ્થાન સોંપવામાં આવશે.
હાર્દિક પંડ્યાની આ સિરીઝમાં કેપ્ટન તરીકેની મોટી જવાબદારી સોંપવામાં આવી છે તો આ સાથે જ ઘણા યુવા ખેલાડીઓને પણ મોટી તક આપવામાં આવી છે. જેમાં હવે વિરાટ કોહલી ના સ્થાને શ્રેયસ ઐયર મોટી તક આપી છે. ભવિષ્યમાં ટીમ ઇન્ડિયામાં વિરાટ કોહલીને કાયમી હટાવીને તેના સ્થાને શ્રેષ્ઠ અને મોટી તક મળી શકે તેમ છે. ટીમ ઇન્ડિયા ને મજબૂત બનાવવા માટે અત્યાર સુધીમાં ઘણા યુવા ખેલાડીઓને મોટી તકો આપવામાં આવી છે. ટીમ ઇન્ડિયા ન્યૂઝીલેન્ડ પ્રવાસ બાદ બાંગ્લાદેશ પ્રવાસ પર જશે.