વિરાટ કોહલીએ બીજા દાવમાં બનાવ્યો મોટો વર્લ્ડ રેકોર્ડ, આ બાબતે સચિન તેંડુલકરને પાછળ છોડી દુનિયાનો પ્રથમ ખેલાડી બન્યો…

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હાલ 4 મેચોની ટેસ્ટ સીરીઝની બીજી ટેસ્ટ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે ચાલી રહી છે. આ પહેલા આ ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયા સામે એક દાવ અને 132 રને ભવ્ય વિજય મેળવ્યો હતો. ત્યારબાદ 17 ફેબ્રુઆરીથી દિલ્હી ખાતે બીજી ટેસ્ટ મેચ શરૂ થઈ છે. જેનો આજે ત્રીજો દિવસ ચાલી રહ્યો છે.

ભારતીય ટીમ ખૂબ જ મજબૂત સ્થિતિમાં જોવા મળી રહી છે બીજા દાવમાં ભારતીય ટીમ ખૂબ જ સારા ફોર્મમાં જોવા મળે છે. તમને જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયા સામેની આ ટેસ્ટ શ્રેણીની બીજી ટેસ્ટ મેચમાં ટીમ ઇન્ડિયાનો પૂર્વ કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ એક મોટો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. આ વર્લ્ડ રેકોર્ડ કંઈક એવો છે કે જેમાં મહેન્દ્રસિંહ ધોની અને સૌરવ ગાંગુલી જેવા દિગ્ગજ ખેલાડીઓ પણ આવું કારનામું કરી શક્યા નથી.

તમને જણાવી દઈએ કે વિરાટ કોહલીએ રન બનાવવાની મામલે સૌથી મોટો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે અને આવું કારનામુ કરનાર દુનિયાનો પ્રથમ ખેલાડી બન્યો છે. પ્રથમ ઈનિંગ દરમિયાન વિરાટ કોહલીએ 44 રન અને બીજી ઇનિંગ્સમાં 20 રન બનાવ્યા હતા. બીજા દાવમાં આઠ રન ફટકારતાની સાથે જ વિરાટ કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાના 25000 રન પૂર્ણ કર્યા છે.

ભારતીય ક્રિકેટ ઇતિહાસમાં આ મોટો વર્લ્ડ રેકોર્ડ બનાવનાર સચિન તેંડુલકર પછી વિરાટ કોહલી બીજો ભારતીય બેટ્સમેન બન્યો છે. પરંતુ હાલમાં રમી રહેલ તમામ ક્રિકેટરોમાં આ વર્લ્ડ રેકોર્ડ બનાવનાર દુનિયાનો પ્રથમ બેટ્સમેન વિરાટ કોહલી બન્યો છે.

વધુમાં 25,000નો આંકડો 50+ ની સરેરાશથી પાર કરવામાં વિશ્વનો પ્રથમ ખેલાડી બન્યો છે. તેને સૌથી ઝડપી 25 હાજર રન બનાવવાનાર દુનિયાનો પ્રથમ છે. જે આ મામલે સચિન તેંડુલકરને પણ પાછળ છોડી મૂક્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *