વિરાટ કોહલી ફક્ત 8 રન બનાવીને મિશેલ સેન્ટનરના જાદુઈ બોલ પર એવી રીતે થયો ક્લીન બોલ્ડ કે જોઈને તમે પણ ચોંકી જશો…-જુઓ વિડિયો

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે હાલ ત્રણ મેચોની વન-ડે સિરીઝની શાનદાર શરૂઆત થઈ છે. આ સિરીઝની પ્રથમ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. આ મેચ વિશે ટૂંકમાં વાત કરીએ તો પ્રથમ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. અને કીવી પ્લેયરોને પ્રથમ બોલિંગ કરવા માટે મેદાને આમંત્રિત કર્યા છે.

ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ વન-ડે મેચમાં કેપ્ટન રોહિત શર્મા ત્રણ મોટા બદલાવો સાથેને મેદાને ઉતર્યો છે. પરંતુ ભારતીય ટીમની બેટિંગ શરૂઆતમાં સારી હતી. પરંતુ મેડલ ઓર્ડરમાં ધડાધડ બેટ્સમેનો આઉટ થઇ રહ્યા હતા. તમને જણાવી દઈએ કે પ્રથમ રોહિત શર્મા 38 રન બનાવીને આઉટ થયો હતો. ત્યારબાદ ટીમ ઇન્ડિયાનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી નંબર ત્રણ પર બેટિંગ કરવા માટે મેદાને ઉતર્યો હતો.

વિરાટ કોહલીએ ગત શ્રીલંકા સામેની ત્રીજી ફાઇનલ વનડે મેચમાં 166 રનની મોટી ઇનિંગ્સ રમી હતી. પરંતુ ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ મેચમાં ફક્ત આઠ રન બનાવીને સસ્તામાં આઉટ થયો છે. વિરાટ કોહલી છેલ્લા પાંચ વર્ષથી નંબર ત્રણ પર બેટિંગ કરી રહ્યો છે પરંતુ હાલ ન્યૂઝીલેન્ડ સામે રમાય રહેલ પ્રથમ વન-ડે મેચમાં સંપૂર્ણ ફ્લોપ સાબિત થયો છે. તે ફક્ત 10 બોલમાં 8 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો છે.

તમને જણાવી દઈએ કે વિરાટ કોહલીને લેફ્ટ આર્મ સ્પિનર મિશેલ સેન્ટનર દ્વારા ક્લીન બોલ્ડ કરવામાં આવ્યો હતો. આઉટ થયા બાદ કોહલી ચોંકી ગયો હતો. વિરાટ કોહલીનો ક્લીન બોલ્ડનો આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ન્યૂઝીલેન્ડના સ્પિનર મિચેલ સેન્ટનર ઇનિંગની 16મી ઓવર ફેંકવા માટે આવ્યો હતો. આ ઓવરના બીજા બોલ પર વિરાટ કોહલી બેકફૂટ પર ઉભો હતો અને ત્યાંથી શોટ રમવા માંગતો હતો, પરંતુ બોલ પડીને ઓફ સ્ટમ્પ પર પડ્યો હતો. વિરાટ કોહલી આ જાદુઈ બોલ પર ક્લીન બોલ્ડ થયો હતો. જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *