વિરાટ કોહલીએ લંકા સામે 166 રન ફટકારીને એક-બે નહીં પરંતુ એક સાથે આ 8 મોટા રેકોર્ડ પોતાના નામે કર્યા જાણો…

ભારત અને શ્રીલંકા વચ્ચે ગઈકાલે કેરલના તિરુવંતપુરમ ખાતે 3 મેચોની વન-ડે સિરીઝની ફાઇનલ મેચ રમાઈ હતી. જેમાં ભારતે શ્રીલંકા સામે કર આંગણે 317 રને ઐતિહાસિક જીત મેળવી હતી. આ જીત મળતાની સાથે જ ભારતે સમગ્ર સિરીઝમાં ક્લીન સ્વિપ કર્યું છે. વનડે ક્રિકેટના ઇતિહાસમાં ન્યૂઝીલેન્ડના નામે સૌથી વધુ રનના માર્જિનથી જીત મેળવવાનો રેકોર્ડ હતો. ન્યૂઝીલેન્ડે 2008ની સાલમાં આયર્લેન્ડને 290 રને હરાવ્યું હતું. ભારતે આ જીત મળતાની સાથે જ શ્રીલંકા સામેની આ શ્રેણીમાં 3-0થી લીડ સાથે વિજય મેળવી છે.

શ્રીલંકા સામેની આ ત્રીજી મેચ દરમિયાન વિરાટ કોહલીએ 166 રન ફટકારીને એક સાથે એક બે નહીં પરંતુ 8 મોટા રેકોર્ડ તોડી પડ્યા છે. પ્રથમ વિરાટ કોહલીએ ટીમ ઇન્ડિયા માટે વન-ડે ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર ફટકારવા મામલે વિરેન્દ્ર સેહવાગની બરાબરી કરી લીધી છે. બંનેના નામે 136 સિક્સર છે. આ મામલે રોહિત શર્મા 263 સિક્સ સાથે પ્રથમ ક્રમ પર છે.

કોહલી વિશ્વનો પહેલો એવો ખેલાડી છે જેણે ઓપનર ન હોવા છતાં 5 વખત વનડે ક્રિકેટમાં 150 થી વધુ રન બનાવ્યા છે. આ મામલે બીજા નંબર પર સર વિવ રિચર્ડ્સનું નામ આવે છે, જેમણે 150થી વધુ રનની ત્રણ ઇનિંગ્સ રમી છે. વધુમાં વનડે ક્રિકેટના ઈતિહાસમાં 150થી વધુ રન બનાવવાના મામલે વિરાટ કોહલીએ સચિન તેંડુલકર અને ક્રિસ ગેલની બરાબરી કરી લીધી છે.

259 ઈનિંગ્સમાં સૌથી વધુ રન બનાવવાનું પરાક્રમ પણ વિરાટ કોહલીના નામે છે. આ મામલે તેણે સચિન તેંડુલકર અને સૌરવ ગાંગુલીને ખૂબ પાછળ છોડી દીધા છે. ઘરેલુ પિચ પર સૌથી વધુ સદી ફટકારવાના મામલે પણ વિરાટ કોહલીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. કોહલીએ ઘરની ધરતી પર સૌથી વધુ 21 સદી ફટકારી છે. વનડેમાં કોઈપણ એક ટીમ સામે સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ પણ કોહલીના નામે છે. આ મામલે તેણે તેંડુલકરને પણ પાછળ છોડી દીધો છે.

શ્રીલંકા સામેની શાનદાર સદીની મદદથી કોહલીએ સૌથી વધુ રન બનાવવાના મામલે શ્રીલંકાના ભૂતપૂર્વ કેપ્ટન મહેલા જયવર્દનને પણ પછાડી દીધો છે અને તે આ યાદીમાં 5માં નંબરે પહોંચી ગયો છે. વનડે ક્રિકેટમાં સૌથી વધુ સદીની ભાગીદારી કરવાના મામલે પણ વિરાટ કોહલીએ રિકી પોન્ટિંગને પાછળ છોડ્યો છે. ODIમાં ઘરઆંગણે સૌથી વધુ 50 થી વધુ સ્કોર : સચિન તેંડુલકર (58 વખત), જેક કાલિસ (46 વખત), વિરાટ કોહલી (46 વખત), રિકી પોન્ટિંગ (45 વખત)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *