શુભમન ગિલની પ્રથમ ટી-20 સદી પર વિરાટ કોહલીએ આપી મોટી પ્રતિક્રિયા, કહ્યું એવું કે ભવિષ્યમાં ગીલ…
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની ટી 20 સિરીઝ ગઈ કાલે પૂર્ણ થઈ છે. આ સિરીઝની ત્રીજી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગઈકાલે રમાઇ હતી. જેમાં ભારતે ન્યૂઝીલેન્ડને 168 રનના મોટા માર્જીનથી હરાવ્યું હતું. ભારતે આ મેચ જીતીને સમગ્ર સિરીઝમાં 2-1 થી ભવ્ય વિજય મેળવ્યો છે. આ સિરીઝમાં કેપ્ટન હાર્દિક પંડ્યાને મેન ઓફ ધ સિરીઝ બનાવવામાં આવ્યો છે તો ટીમ ઇન્ડિયાનો ઓપનર બેટ્સમેન શુભમન ગિલે ત્રીજી મેચ દરમિયાન ખૂબ જ ઘાતક બેટિંગ દેખાડી હતી.
ન્યૂઝીલેન્ડ સામેની આ ત્રીજી t20 મેચ વિશે ટૂંકમાં વાત કરીએ તો પ્રથમ ભારતીય કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને ન્યૂઝીલેન્ડની ટીમને બોલિંગ કરવા માટે મેદાને આમંત્રિત કરી હતી. ભારતીય ટીમ તરફથી પ્રથમ ઓપનિંગ જોડી ઈશાન કિશન અને શુભમન ગીલ મેદાનને ઉતર્યા હતા. પરંતુ ઈશાન કિશન ફક્ત 3 બોલમાં 1 રન બનાવી ને પેવેલિયન પરત ફર્યો હતો.
આ મેચ દરમિયાન ટીમ ઇન્ડિયાનો ઓપનર બેટ્સમેન શુભમન ગીલે 63 બોલમાં 126 રનની મોટી ઇનિંગ્સ રમી હતી. જેમાં 12 ફોર અને 6 સિક્સનો સમાવેશ થાય છે. હાર્દિક પંડ્યાની કેપ્ટન શીપમાં ભારતીય ટીમ સારા ફોર્મમાં જોવા મળી હતી. ત્રીજી મેચ દરમિયાન ગિલે પોતાના ટી 20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટની પ્રથમ સદી ફટકારી હતી. ટીમ ઇન્ડિયાનો પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ આ અંગે મોટી પ્રતિક્રિયા આપી છે. ચાલો તેના પર એક નજર કરીએ.
ટીમ ઇન્ડિયાનો પૂર્વ કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ પોતાના સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સ્ટોરી લગાવીને તેમાં લખ્યું છે કે શુભમન ગીલ ભવિષ્યનો લાંબી રેસનો ઘોડો છે. ભવિષ્યમાં તે સર્વશ્રેષ્ઠ સ્ટાર ખેલાડી બનશે છે. ભારતીય ટીમનું તે મોટું ભવિષ્ય પણ છે. ઈન્સ્ટાગ્રામમાં વિરાટ કોહલીએ પોતાનો અને શુભમન ગીલનો ફોટો મૂકીને શુભેચ્છાઓ પણ પાઠવી છે.
વિરાટ કોહલીની ગણતરી વિશ્વના શ્રેષ્ઠ ખેલાડીઓમાં થાય છે. જેણે ભારતીય ટીમને ઘણી બધી મેચો પોતાના દમ પર જીતાડી છે. હવે વિરાટ કોહલીએ એક યુવા ખેલાડી તરીકે શુભમન ગીલના વખાણ કરીને ચાહકોને પોતાના ફેન બનાવી લીધા છે. શુભમન ગીલ ટી 20 ઇતિહાસમાં ભારત તરફથી સૌથી વધુ સ્કોર બનાવનાર યુવા ખેલાડી પણ બની ચૂક્યો છે.
