વિરાટ કોહલીએ ચેન્નાઈના મેદાન ઉપર કર્યો એવો જોરદાર લુંગી ડાન્સ કે આ જોઈને ચાહકો હસી હસીને થયા પાગલ… -જુઓ વિડિયો

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચોની વન-ડે સિરીઝની અંતિમ છેલ્લી નિર્ણાયક મેચ આજે ચેન્નાઈના MA ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમા ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્ટીવ સ્મિઠે પ્રથમ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. અને ભારતીય ટીમને પ્રથમ બોલિંગ કરવા માટે મેદાને આમંત્રિત કરી હતી.

ઓસ્ટ્રેલિયન ટીમ પ્રથમ બેટિંગ કરવા માટે મેદાને ઉતરી છે પરંતુ શરૂઆતમાં જ તેણે ભારતીય ટીમ ઉપર દબાણ બનાવ્યું છે. ભારતીય ટીમની બોલિંગ લાઈન શરૂઆતમાં થોડી નબળી જોવા મળી હતી. પરંતુ વાઇસ કેપ્ટન હાર્દિક પંડ્યાએ ત્રણ ઓવરમાં ત્રણ મહત્વની વિકેટો છટકાવીને ભારતને જોરદાર વાપસી કરાવી છે. આની વચ્ચે હાલ વિરાટ કોહલીના જોરદાર ડાન્સનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયુ વેગે વાયરલ થયો છે.

અંતિમ મેચ શરૂ થાય તે પહેલા ટીમ ઇન્ડિયાનો પૂર્વ કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીનો ચેન્નાઈના ગ્રાઉન્ડ ઉપર ડાન્સ કરતો જોવા મળ્યો છે. તમને જણાવી દઈએ કે વિરાટ કોહલી ચેન્નાઇ એક્સપ્રેસ ફિલ્મનું પ્રખ્યાત ગીત લૂંગી ડાન્સ ઉપર જોરદાર ડાન્સ કરતો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો છે. વિરાટ કોહલી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેતો હોય છે.

ટીમ ઇન્ડિયાનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી ગ્રાઉન્ડ ઉપર ઘણી વાર ડાન્સ કરતો નજરે પડતો હોય છે. પરંતુ આ વખતે તેના ડાન્સનો આ વિડીયો હાલ ખૂબ જ વાયરલ થયો છે. આ વિડીયો જોઈને ચાહકો હસી હસીને લોથપોત થઈ ચૂક્યા છે. વિરાટ કોહલીનો ડાન્સ પ્રત્યેનો પ્રેમ ક્રિકેટ મેદાન ઉપર પણ જોવા મળી રહ્યો છે. જેનો વિડીયો હાલ ખૂબ જ વાયરલ થયો છે.

વાયરલ થયેલા આ વીડિયોમાં જોઈ શકાય તેમ છે કે વિરાટ કોહલી બાઉન્ડ્રી ઉપર ટીમ સાથે ઉભો હતો ત્યારે લાઉડ સ્પીકર ઉપર લૂંગી ડાન્સ નું ગીત વાગી રહ્યું હતું અને અચાનક જ તેને ડાન્સ કરવાનું મન થતાં કોહલીએ નીચે ઝૂકીને લુંગીની જેમ રૂમાલ ઊંચો કર્યો અને જોરદાર કમર હલાવીને લૂંગી ડાન્સ કર્યો હતો. વિરાટ કોહલીની સ્ટાઈલ જોઈને કહકો ખૂબ જ ખુશ જોવા મળ્યા હતા અને તેનો આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો છે. જુઓ વિડિયો.

https://twitter.com/Brahman_Kuldip/status/1638454690378846209?t=STYMHEobvI-FS2p-7Nf6bQ&s=19

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *