વિરાટ કોહલીએ ફક્ત 1 સેકન્ડમાં ચિત્તાની જેમ છલાંગ મારીને પકડ્યો ચોંકાવનારો કેચ.. – જુઓ વિડિયો..

ટીમ ઇન્ડિયા હાલ સમગ્ર સ્ટાફ સાથે બાંગ્લાદેશના પ્રવાસ પર છે. આ પ્રવાસ પર ટીમ ઇન્ડિયા ત્રણ મેચોની વનડે સિરીઝ અને બે મેચોની ટેસ્ટ શ્રેણી રમવાની છે. જેમાંથી રવિવારે વન-ડે શ્રેણીની શરૂઆત થઈ હતી. જેની પ્રથમ વનડે મેચ ઢાંકામાં આવેલા શેર-એ-બાંગ્લા સ્ટેડિયમમાં રમાઇ હતી. આ પ્રથમ મેચ ખૂબ જ રોમાંચિત અને કટોકટી ભરી જોવા મળી હતી. વિરાટ કોહલીએ આ મેચમાં ચિત્તાની ઝડપે કેચ પકડ્યો હતો.

આ પ્રથમ મેચ વિશે વિગતવાર વાત કરીએ તો બાંગ્લાદેશના કેપ્ટન લિટન દાસે પ્રથમ ટોચ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. અને ટીમ ઇન્ડિયાને બેટિંગ કરવા માટે મેદાન પર આમંત્રિત કરી હતી. ટીમ ઇન્ડિયાએ પ્રથમ બેટિંગ કરીને 186 રન બનાવ્યા હતા. ત્યારબાદ બાંગ્લાદેશની ટીમ બેટિંગ કરવા મેદાને ઉતરી હતી. ટીમ ઇન્ડિયાની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. પરંતુ અંતે બોલિંગ લાઈન ખૂબ જ જોરદાર જોવા મળી હતી. ટીમના ટીમ ઇન્ડિયાના ઓપનિંગ બેટ્સમેન કંઈ ખાસ પ્રદર્શન દેખાડી શક્યા નહીં.

ત્યારબાદ નંબર ત્રણ પર બેટિંગ કરવા માટે ટીમ ઇન્ડિયાનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી આવ્યો હતો. 15 બોલમાં ફક્ત 9 રન બનાવીને વિરાટ પ્રથમ વનડે મેચમાં નિષ્ફળ સાબિત થયો હતો. પરંતુ તેની ઘાતક બિલ્ડીંગને કારણે ચર્ચાનો વિષય બન્યો છે. વિરાટ કોહલીએ 34 વર્ષની ઉંમરે ચિત્તાની જેમ હવામાં છલાંગ મારીને ફક્ત એક સેકન્ડમાં જોરદાર કેચ પકડ્યો હતો. ટીમ ઇન્ડિયાનો સ્ટાર બોલર વોશિંગ્ટન સુંદર 24મી ઓવર ફેકવા માટે આવ્યો હતો. ત્યારે બાંગ્લાદેશ તરફથી શકીબ અલ હસન બેટિંગ કરતો હતો.

સુંદરના ઘાતક બોલ પર શકીબ અલ હસને જોરદાર શોર્ટ ફટકાર્યો હતો. પરંતુ વિરાટ કોહલીએ ચિત્તાની ઝડપે આ કેચને ઝડપી પાડ્યો હતો અને મોટી વિકેટ લીધી હતી. વિરાટ કોહલીનો ચિત્તાની ઝડપે પકડેલ આ કેચનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો જોઈને ચાહકો વિરાટ કોહલીને સુપરમેન કહેવા લાગ્યા છે આ વિડીયો હાલ લાખો લોકોએ જોઈ લીધો છે. ઘણા ચાહકો તેના પર વિવિધ પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. જુઓ આ વીડિયો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *