વિરાટ કોહલી થયો બહાર, આવતી કાલે આ ખેલાડી નંબર 3 પર કરશે બેટિંગ…
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આવતીકાલથી 3 ડિસેમ્બર સુધી 5 મેચોની મહત્વની ટી-20 સિરીઝ રમાવાની છે. હાલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા બંને ટીમોના તમામ ખેલાડીઓ પ્રથમ મેચ રમવા માટે વિશાખાપટ્ટનમ ખાતે આવી પહોંચ્યા છે અને મેદાન પર સતત પ્રેક્ટિસ કરતા જોવા મળ્યા છે. આ મેચ શરૂ થાય તે પહેલા હાલમાં બદલાવોને લઈને એક મહત્વપૂર્ણ જાણકારી સામે આવી છે.
છેલ્લા ઘણા સમયથી ભારતીય ટીમને મજબૂત બનાવવા માટે અલગ અલગ ખેલાડીઓને સ્થાન આપવામાં આવતું હતું. વિરાટ કોહલીની વાત કરીએ તો તે પહેલેથી નંબર 3 પર બેટિંગ કરતો આવ્યો છે. હાલમાં વર્લ્ડકપ 2023માં તેણે ઘણા રન બનાવ્યા છે પરંતુ ટી-20 સિરીઝની શરૂઆતમાં આજે તેને આરામ મળ્યો છે. જેથી હવે આ ખેલાડી આવતીકાલે નંબર 3 પર બેટિંગ કરશે.
તાજેતરમાં મળેલ રિપોર્ટ અનુસાર વિરાટ કોહલી બહાર થતાની સાથે જ આ સુપરસ્ટાર ખેલાડીને નંબર 3 પર બેટિંગ કરવા માટે મેદાને ઉતરવામાં આવશે. આગામી વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને તેને મિડલ ઓર્ડરમાં સેટ કરવો ખૂબ જરૂરી છે. અત્યાર સુધી તે ઘણા ધડાકા કરી ચૂક્યો છે અને જીત પણ અપાવી ચૂક્યો છે. તો ચાલો આપણે જાણીએ કે આ ભારતીય સ્ટાર ખેલાડી કોણ છે.
તમને જણાવી દઈએ કે વિરાટ કોહલી ન હોવાના કારણે સૂર્યકુમાર યાદવ પોતે નંબર ત્રણ પર બેટિંગ કરતો જોવા મળશે. એક કેપ્ટન ઉપરાંત તેના પર મિડલ ઓર્ડરની તમામ જવાબદારી રહેશે. પહેલેથી તે ટી-20 ફોર્મેટમાં મોટા સ્કોર બનાવતો આવ્યો છે અને કોઈ પણ સમયે ગેમ પલટો કરતો આવ્યો છે. આવી સ્થિતિમાં તે મુખ્ય મેચ ખેલાડી તરીકે નંબર 3 પર બેટિંગ કરી શકે છે.
સૂર્યકુમાર બાદ તિલક વર્મા નંબર 4 પર બેટિંગ કરતો જોવા મળશે. આ બંનેની જોડી ઘણી મહત્વની સાબિત થશે. સૂર્ય કુમાર અને તમામ ખેલાડીઓ માટે આ સિરીઝ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. રોહિતની ગેરહાજરીમાં સૂર્ય કુમારને કેપ્ટનશીપની મોટી જવાબદારી મળી છે. તે પણ તેના માટે મહત્વપૂર્ણ બાબત ગણી શકાય છે.