પ્રેક્ટિસ સમયે વિરાટ કોહલી થયો ઇજાગ્રસ્ત, સેમી ફાઈનલ મેચ રમી શકશે કે નહીં જાણો…
ટી 20 વર્લ્ડકપ હાલ પૂર જોશમાં ચાલી રહ્યો છે જોતજોતામાં તમામ મેચો પૂર્ણ થવા આવી રહી છે અને હવે સેમિફાઇનલનો નવો દોર શરુ થયો છે તેમાં ટીમ ઇન્ડિયાની આવતીકાલે બપોરે 1.30 વાગે ઇંગ્લેન્ડ સામે ફાઇનલ મેચ થવાની છે આ સેમિફાઇનલ મેચ માટે બંને ટીમો જોરદાર તૈયારીઓ કરી રહી છે. ઇંગ્લેન્ડ સામેની આ સેમી ફાઈનલ મેચ પહેલા એક ખરાબ સમાચાર આવ્યા છે.
આ સમાચારને કારણે ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો લાગી શકે તેમ છે ટીમ ઇન્ડિયાના સ્ટાર ખેલાડી એવા વિરાટ કોહલી પ્રેક્ટિસ દરમિયાન ઇજાગ્રસ્ત થયો છે. ઇંગ્લેન્ડ સામેની સેમી ફાઇનલ મેચની નેટ પ્રેક્ટિસ દરમિયાન હર્ષદ પટેલનો જોરદાર બોલ પગ પર લાગતા વિરાટ કોહલી જાગ્રસ્ત થયો છે. જેને કારણે પગના ભાગે કેટલીક ઇજાઓ થતાં તે હવે આરામ પર જોવા મળ્યો છે તે હવે સેમી ફાઇનલ મેચ રમશે કે નહીં તે જાણવું ખૂબ જ અગત્યનું બની ગયું છે હાલમાં આ બાબતે મોટા ખુલાસાઓ સામે આવ્યા છે.
ટી 20 વર્લ્ડ કપ શરૂ થતાની સાથે જ વિરાટ કોહલી ફરીથી પોતાના ફોર્મમાં પાછળ ફર્યો છે. ટીમ ઇન્ડિયા માટે વિરાટ કોહલી સારુ પ્રદર્શન કરી રહ્યો છે ઓસ્ટ્રેલિયન ભૂમિ પર વિરાટ કોહલી સર્વશ્રેષ્ઠ પ્રદર્શન બતાવી રહ્યો છે પરંતુ હાલ પ્રેક્ટિસ મેચ દરમિયાન ઇજાને કારણે આરામ ઉપર હોય તેવા સમાચાર સંભળાઈ રહ્યા છે. ચાલો આ સમાચાર વિશે વિગતવાર જાણીએ કે આવતીકાલની આ સેમી ફાઇનલ મેચમાં વિરાટ કોહલી મેચ રમશે કે નહીં.
મીડિયા અહેવાલ મુજબ જાણવા મળ્યું છે કે વિરાટ કોહલી હાલ સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈ ગયો છે ગઈકાલની t20 વર્લ્ડ કપ ની સેમી ફાઇનલ મેચ રમવા માટે સંપૂર્ણ રીતે તૈયાર થયો છે પરંતુ યોગ્ય સારવારના કારણે વિરાટ કોહલી હવે એકદમ ફીટ થયો છે. પ્રેક્ટિસ દરમિયાન થોડીવાર તે નીચે બેસી ગયો હતો પરંતુ મેડિકલ ટીમના સાથ સહકારને કારણે ફરી એક વાર મેદાન પર પ્રેક્ટિસ કરતો જોવા મળી રહ્યો છે આ સમાચાર ભારતીય ટીમ અને ચાહકો માટે ખૂબ જ સારા કહી શકાય વિરાટ કોહલી ફરી એકવાર ઓસ્ટ્રેલિયન ગ્રાઉન્ડમાં રમતો જોવા મળ્યો છે.
તમને જણાવી દઈએ કે મીડિયા એહવાલ મુજબ આવતીકાલની ઇંગ્લેન્ડ સામેની સેમી ફાઇનલ મેચ વિરાટ કોહલી નક્કી રમશે. વિરાટ કોહલી પહેલા રોહિત શર્મા પણ નેટ પ્રેક્ટિસ દરમિયાન ઇજાગ્રસ્ત થયો હતો. ટીમ ઇન્ડિયાના તમામ ખેલાડીઓને ફિટનેસ પર વધારે પડતું ધ્યાન આપવા માટે સૂચનો આપવામાં આવ્યા છે મેનેજમેન્ટ ટીમ પણ તમામ ખેલાડીઓના ફિટનેસ ને લઈને ખૂબ જ સતર્ક બની છે.