વિરાટ કોહલીએ સૂર્યાની સ્ટાઇલમાં 360 ડિગ્રીએ જોરદાર સિક્સ ફટકારી મચાવી તબાહી… -જુઓ વિડિયો

ટીમ ઇન્ડિયા હાલ સમગ્ર સ્ટાફ સાથે બાંગ્લાદેશના પ્રવાસ પર છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ત્રણ મેચોની વન-ડે સિરીઝ હાલ પૂર્ણ થઈ છે. આ વનડે સિરીઝની ત્રીજી મેચ શનિવારે રમાઈ હતી. જેમાં ભારતે બાંગ્લાદેશ સામે 227 રને મોટી ભવ્ય જીત મેળવી છે. ત્રીજી વન-ડે મેચમાં ટીમ ઇન્ડિયાના બેટ્સમેનોએ ખુબજ જોરદાર પ્રદર્શન દેખાડ્યું હતું. વનડે સિરીઝ પૂર્ણ થયા બાદ હવે બાંગ્લાદેશ સામે બે મેચોની ટેસ્ટ શ્રેણી 14 ડિસેમ્બરથી શરૂ થવા જઈ રહી છે.

વનડે સિરીઝની ત્રીજી મેચ વિશે ટૂંકમાં વાત કરીએ તો પ્રથમ બાંગ્લાદેશે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારબાદ ટીમ ઇન્ડિયા બેટિંગ કરવા માટે મેદાને ઉતરી હતી. ટીમ ઇન્ડિયા તરફથી પ્રથમ ઓપનર બેટ્સમેન તરીકે શિખર ધવન અને ઈશાન કિશન મેદાને ઉતર્યા હતા. પરંતુ શિખર ધવન 8 બોલમાં ફક્ત 3 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. ત્યારબાદ નંબર ત્રણ પર બેટિંગ કરવા માટે વિરાટ કોહલી આવ્યો હતો.

વિરાટ કોહલી અને ઈશાન કિશનની પાર્ટનરશીપે ભારતને 409 રનનો મોટો સ્કોર ઊભો કરવામાં ઘણી મદદ કરી હતી. આ મેચમાં ઈશાન કિશને 131 બોલમાં 210 રન ફટકારીને બેવડી સદી ફટકારી હતી. ત્યારબાદ વિરાટ કોહલી 91 બોલમાં 113 રન બનાવીને તેણે પણ તેના કરિયરની 72 મી સદી ફટકારી હતી. વિરાટ કોહલીએ ત્રણ વર્ષ બાદ આ સદી ફટકારી હતી.

વિરાટ કોહલી આ મેચમાં ખૂબ જ આક્રમક બેટિંગ દેખાડી હતી. તેણે સિક્સ મારીને પોતાની સદી પૂર્ણ કરી હતી. આ સિક્સર મારવાનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય તેમ છે કે વિરાટ કોહલી સૂર્યકુમાર યાદવ સ્ટાઇલમાં 360 ડિગ્રીએ ખૂબ જ જોરદાર લાંબી સિક્સર ફટકારીને પોતાની કરિયરની 72 મી સદી પૂર્ણ કરી હતી. જુઓ આ વિડીયો..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *