વિરાટ કોહલી આઉટ થતાં પિત્તો છટક્યો, બાંગ્લાદેશી ખેલાડી સાથે કર્યું એવું કે… જુઓ વિડિયો
ટીમ ઇન્ડિયા હાલ બાંગ્લાદેશના પ્રવાસ પર બે મેચોની વન-ડે સિરીઝ રમી રહી છે. જેની બીજી મેચ શેર-એ-બાંગ્લા સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. આ બીજી ટેસ્ટ મેચમાં પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી સંપૂર્ણ ફ્લોપ સાબિત થયો હતો. વિરાટ કોહલી આઉટ થતા જ બાંગ્લાદેશી ખેલાડી પર ગુસ્સે ભરાયો હતો. જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
વિરાટ કોહલી બાંગ્લાદેશ સામેની આ ટેસ્ટ સીરીઝની બંને મેચોમાં સંપૂર્ણ રીતે ફ્લોપ સાબિત થયો છે. જેને કારણે તે પોતાનું માનસિક સંતુલન જાળવી શક્યો નહીં અને બાંગ્લાદેશે ખેલાડી પર ભડક્યો હતો. જેનો વિડીયો હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ મેચ વિશે તમને જણાવી દઈએ કે વિરાટ કોહલી બીજી માં ફક્ત 22 બોલ રમીને ફક્ત એક રન બનાવ્યો હતો. ટીમ ઇન્ડિયાને આ સિરીઝ જીતવા માટે હવે ફક્ત 100 રનની આવશ્યકતા છે.
બીજી ઈનિંગ્સમાં તમામ ઓપનિંગ બેટ્સમેનો સંપૂર્ણ ફ્લોપ સાબિત થયા હતા. આ બીજી ઇનિંગ્સમાં શુભમન ગીલ ફક્ત સાત રન બનાવીને આઉટ થયો હતો. ત્યારબાદ કે એલ રાહુલ પણ બે રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. નંબર ત્રણ પર બેટિંગ કરવા માટે ચેતેશ્વર પુજારા મેદાન પર આવ્યો હતો. પરંતુ ફક્ત 6 રન બનાવીને સંપૂર્ણ ફ્લોપ સાબિત થયો હતો. ત્યારબાદ નંબર ચાર પર બેટિંગ કરવા માટે પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી ક્રીજ ઉપર આવ્યો હતો.
પરંતુ તે ફક્ત એક રન બનાવીને આઉટ થયો હતો. આ દરમિયાન મહેંદી હસન બોલિંગ કરી રહ્યો હતો. તેની ઘાતક બોલીંગના કારણે વિરાટ કોહલી પેવેલીયન ભેગો થયો હતો. આઉટ થતાની સાથે જ વિરાટ કોહલીનો પિત્તો છટક્યો હતો. વિરોધી ટીમ તરફ ગુસ્સે થઈને ટીમ તરફ આંગળીઓ ચીંધીને કંઈક બોલી રહ્યો હોય તેવું લાગી રહ્યું હતું. અલગ અલગ પ્રકારના ઈશારાઓ પણ કરતો જોવા મળ્યો હતો. આ દરમિયાન બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસન અને મેદાન પરના અમ્પાયરે તેને સમજાવ્યો હતો. જેનો વિડીયો હાલે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો જુઓ વિડિયો….