વિરાટ કોહલીએ બાંગ્લાદેશમાં રચ્યો ઈતિહાસ, આવું પરાક્રમ કરનારો પ્રથમ ભારતીય ખેલાડી બન્યો..
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે હાલ ત્રણ મેચોની વનડે સિરીઝની છેલ્લી મેચ રમાઈ રહી છે. આ સમગ્ર સીરીઝમાં બાંગ્લાદેશ 2-0 થી મોટી લીડમાં છે. ટીમ ઇન્ડિયાને મોટી શરમજનક હારથી બચવા માટે ત્રીજી વન-ડે મેચ જીતવી ખૂબ જ અગત્યની છે. રોહિત શર્મા ઇજાગ્રસ્ત હોવાને કારણે તેને ત્રીજી વન-ડે મેચ માંથી આરામ આપવામાં આવ્યો છે અને ટીમ ઇન્ડિયાના કેપ્ટનની કમાન કે.એલ રાહુલને સોંપવામાં આવી છે. વિરાટ કોહલીએ આ મેચમાં બાંગ્લાદેશ સામે મોટો ઇતિહાસ રચ્યો છે.
આ મેચ વિશે ટૂંકમાં વાત કરીએ તો પ્રથમ બાંગ્લાદેશે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારબાદ ટીમ ઇન્ડિયા બેટિંગ કરવા માટે મેદાને ઉતરી હતી. પ્રથમ ઓપનર તરીકે શિખર ધવન અને ઈશાન કિશન આ મેચમાં ઓપનિંગ કરવા માટે ઉતર્યા હતા. પરંતુ શિખર ધવન 8 બોલમાં ફક્ત 3 રન બનાવીને આઉટ થયો હતો. ત્યારબાદ નંબર ત્રણ પર વિરાટ કોહલી બેટિંગ કરવા માટે ઉતર્યો હતો અને તેણે ખૂબ જ ઘાતક બેટિંગ કરી હતી અને એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.
વિરાટ કોહલી આ મેચમાં 11 ફોર અને 2 લાંબી સિક્સ ફટકારીને 91 બોલમાં 113 રનની મોટી ઈનિંગસ રમ્યો હતો. વિરાટ કોહલીએ બાંગ્લાદેશ સામે ઇતિહાસ રચ્યો છે. એવું કારનામું કરનાર પહેલો ભારતીય ખેલાડી બન્યો છે. વિરાટ કોહલી આ મેચમાં 16મો રન બનાવતાની સાથે જ મોટો ઇતિહાસ રચ્યો છે. બાંગ્લાદેશમાં 1000 ODI રન બનાવનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બની ગયો છે.
વિરાટ કોહલી પહેલા એક પણ ભારતીય બેટ્સમેન આવું કારનામું બતાવી શક્યો નથી. વિરાટ કોહલીએ 18મો રન બનાવવાની સાથે જ 1000 રનનો મોટો આંકડો પાર કર્યો હતો. આ દરમિયાન તેણે પાંચ સદી અને ત્રણ અડધી સદી ફટકારી છે. આ મેચમાં વિરાટ કોહલીને એક રનના સ્કોર પર મોટું જીવનદાન મળ્યું હતું. વિરાટ કોહલી પ્રથમ બંને વનડે મેચમાં કઈ ખાસ પ્રદર્શન બતાવી શક્યો નહીં પરંતુ ત્રીજી વન-ડે મેચમાં ખૂબ જ જોરદાર બેટિંગ બતાવી છે.
રોહિત શર્માની ગેરહાજરીમાં ટીમ ઇન્ડિયાની કેપ્ટન શિપ કે એલ રાહુલ સંભાળી રહ્યો છે. રાહુલ કેપ્ટન બનતાની સાથે જ ટીમ ઇન્ડિયામાં ઘણા બદલાવો કર્યા છે. જેમાં ઈશાન કિશનને ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ 11માં રમવાની મોટી તક આપીને સારું કામ કર્યું છે. ઈશાન કિશન અને વિરાટ કોહલીની પાર્ટનરશીપ એ ટીમ ઇન્ડિયાને ખૂબ જ ફાયદો કરાવ્યો છે.