વિરાટ કોહલીએ 73મી સદી ફટકાર્યા બાદ ખાસ રીતે કરી ઉજવણી, હવામાં 3 ફૂટ ઊંચો કૂદકો માર્યો પછી… જુઓ વિડિયો
ભારત અને શ્રીલંકા વચ્ચે હાલ ત્રણ મેચોની વન-ડે સિરીઝની શરૂઆત થઈ છે. જેની પ્રથમ મેચ આજે આસામના ગુવાહાટી સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. આ સીરીઝની પ્રથમ મેચમાં ભારત ખૂબ જ મજબૂત સ્થિતિમાં જોવા મળી રહી છે. આ મેચ દરમિયાન ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ વર્ષ 2023ની શરૂઆત શ્રીલંકા સામે શાનદાર સદી ફટકારીને કરી છે.
શ્રીલંકા સામેની આ ત્રણ મેચોની વન-ડે સિરીઝની પ્રથમ મેચ વિશે ટૂંકમાં વાત કરીએ તો શ્રીલંકાએ પ્રથમ ટોચ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. અને ભારતીય ટીમને પ્રથમ બેટિંગ કરવા માટે મેદાને આમંત્રિત કરી હતી. ભારતીય ટીમ તરફથી પ્રથમ ઓપનિંગ કરવા માટે કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગીલ મેદાને ઉતર્યા હતા. ભારતીય ટીમમે શરૂઆત ખૂબ જ જોરદાર કરી હતી. શરૂઆતથી જ શ્રીલંકન ટીમ પર ભારતીય બેટ્સમેનો દ્વારા દબાણ ઉભું કરવામાં આવ્યું હતું.
આ મેચ દરમિયાન ભારતીય બેટ્સમેનોએ ખૂબ જ જોરદાર પ્રદર્શન બતાવ્યું હતું. ભારતે પ્રથમ બેટિંગ કરીને આ મેચમાં 7 વિકેટ ગુમાવીને 373 રનનો મોટો સ્કોર ઊભો કર્યો છે. આ મેચ દરમિયાન કેપ્ટન રોહિત શર્માએ 83 રન, શુભમન ગીલે 70 રન અને નંબર ત્રણ પર બેટિંગ કરવા માટે આવેલ ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ 113 રનની મોટી ઈનિંગ્સ રમી હતી. આ મેચ દરમિયાન તેણે તેના આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કરિયરની 73મી સદી ફટકારી હતી.
સદી ફટકારતાની સાથે જ વિરાટ કોહલી અનોખી રીતે તેની ઉજવણી કરતો મેદાને નજરે પડ્યો હતો. જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ સદી પૂરી થતાની સાથે જ વિરાટે તેની જૂની શૈલીમાં 3 ફૂટ ઊંચો કૂદકો માર્યો હતો અને પછી હવામાં મુક્કા મારતા જોરથી સિંહની જેમ ગર્જના કરી હતી. આ ઉપરાંત તેણે હેલ્મેટ ઉતારીને ચાહકો અને તેના સાથી ખેલાડીઓના અભિનંદન સ્વીકાર્યા હતા. આ ખાસ પળનો વીડિયો પણ BCCIએ જ શેર કર્યો છે. જે સોશિયલ મીડિયા પર હાલ ધૂમ મચાવી રહ્યો છે. તમે પણ અહીં જુઓ વિડિયો….