રન મશીન વિરાટ કોહલીએ આગળ આવીને શ્રીલંકા સામે ગગનચુંબી છક્કો ફટકારી મચાવી તબાહી…-જુઓ વિડિયો

ભારત અને શ્રીલંકા વચ્ચે 3 મેચોની T20 સિરીઝ પૂર્ણ થયા બાદ 10 જાન્યુઆરીથી ત્રણ મેચોની વન-ડે સિરીઝ શરૂ થઈ છે. આ સિરીઝની પ્રથમ મેચ આસામના ગુવાહાટી સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. વનડે સિરીઝની આ પ્રથમ મેચમાં ટીમ ઇન્ડિયામાં ઘણા બદલાવો કરવામાં આવ્યા છે. આ મેચમાં ટીમ ઇન્ડિયા ખૂબ જ સારા ફોર્માં જોવા મળી રહી છે.

ત્રણ મેચોની આ વનડે સિરીઝની પ્રથમ મેચ વિશે ટૂંકમાં વાત કરીએ તો પ્રથમ શ્રીલંકાએ ટોચ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. અને ટીમ ઇન્ડિયા બેટિંગ કરવા માટે મેદાને આમંત્રિત કરી હતી. ભારતીય ટીમ તરફથી પ્રથમ બેટિંગ કરવા માટે કેપ્ટન રોહિત શર્મા અને સ્ટાર ઓપનર બેટ્સમેન શુભમન ગીલ મેદાને ઉતર્યા હતા. ટીમ ઇન્ડિયાની ઓપનિંગ જોડીએ ખૂબ જ જોરદાર પ્રદર્શન બતાવ્યું હતું. ટીમ ઇન્ડિયાએ આ મેચમાં બેટિંગ કરીને 7 વિકેટ ગુમાવીને 373 રનનો મોટો સ્કોર ઉભો કર્યો છે.

આ મેચ દરમિયાન શુભમન ગિલ 60 બોલમાં 70 રન ફટકારીને આઉટ થયો હતો. ત્યારબાદ નંબર 3 પર ટીમ ઇન્ડિયાનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી મેદાન ઉપર ઉતર્યો હતો. આ મેચ દરમિયાન વિરાટ કોહલીએ 87 બોલમાં 113 રનની મોટી ઇનિંગ્સ રમી હતી. વિરાટ કોહલી ફરી એકવાર તેના ઘાતક ફોર્મમાં પાછો ફર્યો છે. આ મેચ દરમિયાન વિરાટ કોહલીએ 1 સિક્સ 12 મોટી ફોર મારી હતી.

કોહલીએ આજે ચોગ્ગા અને છગ્ગાનું જોરદાર પ્રદર્શન કર્યું છે. વિરાટ કોહલીએ વન-ડે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં આ મેચમાં 45મી સદી ફટકારી છે. આ મેચમાં વિરાટ કોહલીએ 35.2 ઓવરમાં ધનંજયના બોલ પર આગળ આવીને જોરદાર સિક્સર ફટકારી તબાહી મચાવી હતી. આ સિક્સરનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જુઓ વિડિયો…

https://twitter.com/SuprVk__18/status/1612763867976990721?t=2e2j87qDOE5eMBHqbh4HkQ&s=19

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *