વિરાટ કોહલીએ સચિન તેંડુલકરનો આ મોટો રેકોર્ડ તોડ્યો, કોહલી આવું કરનાર પ્રથમ એશિયન બેટ્સમેન બન્યો…

ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન એવા વિરાટ કોહલી T20 વર્લ્ડ કપમાં પોતાના અસલી ફોર્મમાં પાછા આવી રહ્યા છે તે ખૂબ જ ઉત્સાહિત અને સારું પ્રદર્શન કરી રહ્યા છે. T20 વર્લ્ડ કપમાં વિરાટ કોહલીનું ફોર્મ ફરી જાગતા તેના ફેન્સમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. T20 વર્લ્ડકપની છેલ્લી બે મેચમાં વિરાટ કોહલીએ સતત બે અડધી સદીઓ ફટકારીને ટીમ ઇન્ડિયા ને શાનદાર જીત અપાવી છે.

વિરાટ કોહલીએ બીજી અડધી સદી ફટકારતાની સાથે જ પૂર્વ દિગ્ગજ એવા મહાન ખેલાડી સચિન તેંડુલકરનો એક સૌથી મોટો રેકોર્ડ પણ તોડી પાડ્યો છે. વિરાટ કોહલી આવું કરનાર પ્રથમ એશિયન બેટ્સમેન બની ગયો છે. ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન એવા વિરાટ કોહલી દ્વારા T20 વર્લ્ડ કપ 2022ની પાકિસ્તાન સામેની પ્રથમ મેચમાં એક શાનદાર અને ઐતિહાસિક 82 રનની લાંબી ઇનિંગ રમી હતી.

વધુમાં તમને જણાવી દઈએ કે નેધરલેન્ડ સામેની મેચમાં વિરાટ કોહલી દ્વારા અડધી સદી ફટકારવામાં આવી હતી આ અડધી સદી ફટકારતાની સાથે જ 49 મી અડધી સદી ફટકારનાર ખેલાડી બની ગયો હતો. આ જ સમયે ભારતના મહાન દિગ્ગજ એવા સચિન તેંડુલકર કરે તેની સમગ્ર કારકિર્દીમાં સૈન્ય દેશોમાં લગભગ 48 અર્ધ સદી ફટકારી હતી પરંતુ આ મામલે વિરાટ કોહલીએ સચિન તેંડુલકરને પણ પાછળ છોડી દીધા છે.

મળતી માહિતી મુજબ તમને જણાવી દઈએ કે સચિને સૈન્ય દેશોમાં કુલ 26 સદી ફટકારી છે અને વિરાટ કોહલી અત્યાર સુધીમાં માત્ર 21 સદી ફટકારી શક્યા છે. એ જાણવું પણ જરૂરી છે કે ઓસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગ આર્મી દેશોમાં અડધી સદી ફટકારવાની યાદીમાં વિશ્વનો સૌથી પહેલા નંબરનો ખેલાડી છે તેણે પોતાની કારકિર્દીમાં કુલ 103 અર્ધ સદી ફટકારી છે. અને ત્યાર પછી કાલીસે 102 અર્ધ સદી ફટકારીને વિશ્વનો બીજા નંબરનો ખેલાડી બની ગયો છે.

આજ સમયે ટીમ ઇન્ડિયા ના ભૂતપૂર્વ કેપ્ટન એવા વિરાટ કોહલીએ t20 વર્લ્ડ કપ 2022માં પોતાનું શાનદાર પ્રદર્શન કરીને એક નવો રેકોર્ડ બનાવ્યો છે તેને ફરી એકવાર સાબિત કરી દીધું છે કે આખરે તેને ક્રિકેટ જગતનો બાદશાહ કેમ કહેવામાં આવે છે. છેલ્લા કેટલાક સમયથી વિરાટ કોહલી પોતાના ફોર્મમાં જોવા મળ્યો હતો નહિ પરંતુ તેણે એશિયા કપ 2022 પછી શાનદાર વાપસી કરી હોય તેવું લાગી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *