KL રાહુલની કેપ્ટનશીપમાં આ ઘાતક ખેલાડીનું ભાગ્ય ખુલશે, તાત્કાલિક ટીમમાં આપવામાં આવશે સ્થાન…
ટીમ ઇન્ડિયા હાલ બાંગ્લાદેશના પ્રવાસ પર છે જ્યાં ત્રણ મેચોની વનડે સિરીઝ પૂર્ણ થઈ છે. જેમાં ભારતે બે મેચોમાં કારમી હાર મેળવી હતી. અને ત્રીજી વન-ડે મેચમાં 227 રને ભવ્ય વિજય મેળવ્યો હતો. ત્યારબાદ હવે 14 ડિસેમ્બરથી બાંગ્લાદેશ સામે બે મેચોની ટેસ્ટ શ્રેણી રમાવાની છે. બીજી વન-ડે મેચમાં રોહિત શર્મા ગંભીર ઇજાગ્રસ્ત થયો હતો.
ઇજાને કારણે ત્રીજી વન-ડે મેચ અને ટેસ્ટ શ્રેણીમાંથી રોહિત શર્માને બહાર કરવામાં આવ્યો છે. હાલ કે એલ રાહુલ ભારતીય ટીમની કેપ્ટનશીપ સંભાળી રહ્યો છે. કેપ્ટન બનતાની સાથે રાહુલ આ સ્ટાર ખેલાડીનું કિસ્મત ચમકાવી શકે છે. ત્રીજી વન-ડે મેચમાં પણ તેને મોટી તક આપવામાં આવી હતી. ત્યારબાદ રાહુલ હવે ટેસ્ટ શ્રેણીમાં પણ તેને મોટી તક આપશે. ઘણા મહિનાઓ બાદ આ ખેલાડીને ટેસ્ટ મેચમાં મોટું સ્થાન આપવામાં આવશે.
બાંગ્લાદેશ સામે રમવાની પ્રથમ ટેસ્ટ મેચમાં KL રાહુલ ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવનમાં ચાઇના મેન કુલદીપ યાદવને મોટી જગ્યા આપી શકે છે. વનડે સિરીઝની ત્રીજી મેચમાં કુલદીપ યાદવને મોટું સ્થાન આપવામાં આવ્યું હતું. ફરી એકવાર રાહુલ તેના પર મોટો વિશ્વાસ કરી શકે છે. અને તાત્કાલિક તેને ટીમમાં મોટું સ્થાન આપશે. કુલદીપ યાદવે ત્રીજી વન-ડે મેચમાં 10 ઓવર ફેંકીને ફક્ત 53 રન આપીને એક મહત્વની વિકેટ ઝડપી હતી.
કુલદીપ યાદવ છેલ્લા ઘણા સમયથી ખૂબ જ સારું પ્રદર્શન કરી રહ્યો છે. અને તે સતત ટેસ્ટ ટીમમાં પોતાનું સ્થાન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. કુલદીપ યાદવે ટીમ ઇન્ડિયા માટે છેલ્લી ટેસ્ટ મેચ 13 ફેબ્રુઆરીના રોજ ઇંગ્લેન્ડ સામે રમી હતી. ત્યારબાદ હવે ફરી એકવાર કે એલ રાહુલની કેપ્ટનશીપ હેઠળ કુલદીપ યાદવનું ભાગ્ય ખુલી શકે છે. અને 22 મહિના બાદ ફરી ટેસ્ટ મેચમાં સ્થાન આપવામાં આવશે.
કુલદીપ યાદવ ટેસ્ટ મેચનો ખૂબ જ ઊંડો અનુભવ પણ ધરાવે છે. ટીમ ઇન્ડિયાને બાંગ્લાદેશ સામેની આ ટેસ્ટ શ્રેણી જીતવા માટે તે ઘણો ફાયદો કરાવી શકે છે. 27 વર્ષય કુલદીપ યાદવે ભારત માટે અત્યાર સુધીમાં 7 ટેસ્ટ, 73 ઓડીઆઇ અને 25 ટી 20 આંતરરાષ્ટ્રીય મેચો રમી છે. તેમાં તેણે ટેસ્ટમાં 26, વન-ડેમાં 119, અને t20 આંતરરાષ્ટ્રીય ફોર્મેટમાં કુલ 44 વિકેટો ઝડપી છે.