રોહિતની કેપ્ટનશિપમાં આ સ્ટાર ખેલાડીનું કિસ્મત ચમકશે, ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં કરશે ડેબ્યું…
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે છેલ્લા છ વર્ષ બાદ ઘર આંગણે 9 ફેબ્રુઆરીથી 4 મેચોની ટેસ્ટ શ્રેણી શરૂ થવા જઈ રહી છે. ઓસ્ટ્રેલિયા સામેની આ સિરીઝની પ્રથમ મેચ નાગપુર ખાતે 9 થી 13 ફેબ્રુઆરીની વચ્ચે રમવાની છે. આ સિરીઝ માટે તાજેતરમાં જ બીસીસીઆઈ દ્વારા પ્રથમ બે મેચો માટે 17 સભ્યોની ભારતીય ટીમની મોટી જાહેરાત કરી હતી.
ઓસ્ટ્રેલિયા સામે છેલ્લે 2017માં ભારતના આંગણે ચાર મેચોની ટેસ્ટ શ્રેણી રમાઈ હતી. જેમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 2-1 થી હરાવ્યું હતું. ત્યારબાદ હવે છ વર્ષ બાદ ફરી એકવાર બંને ટીમો આમને સામને જોવા મળશે. બીસીસીઆઈએ જાહેર કરેલ ભારતીય ટીમમાં રોહિત શર્માને ભારતીય ટીમની કેપ્ટનશીપ સોંપવામાં આવી છે. તો ટીમ ઇન્ડિયાનો સ્ટાર ઓપનર બેટ્સમેન KL રાહુલને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે.
નાગપુર ખાતે હાલ બંને ટીમો આ સિરીઝની જોરદાર તૈયારીઓ કરતી જોવા મળી છે. આ સિરીઝની પ્રથમ મેચ દરમિયાન ભારતીય ટીમ તરફથી આ સ્ટાર ખેલાડીઓને ડેબ્યું મેચ રમવાની મોટી તક મળી શકે છે. આ સ્ટાર ખેલાડી લાંબા સમયથી ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવે છે પરંતુ હજુ સુધી તેને ટેસ્ટ માં ડેબ્યૂ કરવાની તક મળી નથી. રોહિત શર્માની કેપ્ટનશીપમાં આ સ્ટાર ખેલાડીનું કિસ્મત ચમકી શકે છે.રોહિત સિરીઝની પ્રથમ મેચમાં જ ડેબ્યું કરવાની મોટી તક આપશે. તો ચાલો તેના પર એક નજર કરીએ કોણ છે આ સ્ટાર ખેલાડી.
ભારતીય ટેસ્ટ ક્રિકેટમાં વિકેટકીપર તરીકે રિષભ પંત ટીમ ઇન્ડિયાની પહેલી પસંદ હતી. પરંતુ કાર અકસ્માતને કારણે હાલ તે ભારતીય ટીમનો ભાગ નથી. જેના ભાગરૂપે ભારતીય ટીમમાં કેસ ભરત અને ઈશાન કિશનને ઓસ્ટ્રેલિયા સામેની આ ચાર મેચોની ટેસ્ટ સિરીઝમાં વિકેટકીપર બેટ્સમેન તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. પરંતુ ઈશાન કિશન છેલ્લા ઘણા સમયથી ખૂબ જ ખરાબ ફોર્મમાં જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં કેસ ભરત ઓસ્ટ્રેલિયા સામેની આ 4 મેચોની શ્રેણીમાં વિકેટકીપર બેટ્સમેન તરીકે રમવા માટે પ્રબળ દાવેદાર બન્યો છે.
કેપ્ટન રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ કેસ ભરતનું ભાગ્ય ચમકી શકે છે અને ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ મેચમાં જ ડેબ્યુ મેચ રમી શકે છે. વિકેટકીપર બેટ્સમેન તરીકે ઓસ્ટ્રેલિયા સામેની આ ટેસ્ટમાં સામેલ કરવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક સમયથી તે સતત ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવી રહ્યો છે પરંતુ તેને ડેબ્યૂ કરવાની એક પણ તક આપવામાં આવી રહી નથી. પરંતુ હાલ રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ તે ડેબ્યું કરી શકે છે.
કે એસ ભરતના સ્થાનિક ક્રિકેટના આંકડા પર એક નજર કરીએ તો તે વિકેટકીપરની સાથે સાથે બેટિંગમાં પણ જોરદાર પ્રદર્શન બતાવી ચૂક્યો છે તે અત્યાર સુધીમાં ઘરેલુ ક્રિકેટમાં આંધ્ર પ્રદેશની ટીમ તરફથી રમતો જોવા મળતો હોય છે. અત્યાર સુધીમાં તેણે 86 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 37.95 ની એવરેસ્ટ થી 4,707 રન બનાવ્યા છે. જેમાં 9 સદી અને 27 અડધી સદી ફટકારી છે. જ્યારે એ લિસ્ટમાં 64 મેચમાં 1950 રન બનાવ્યા છે આ ફોર્મેટમાં છ સદી અને છ અડધી સુધી ફટકારી છે. કે એસ ભરતે અત્યાર સુધીમાં 67 ટી20 મેચો રમી છે. જેમાં 1116 રન બનાવ્યા છે.