149.8, 150, 153.1 kmhની ઝડપે બોલ ફેંકીને ઉમરાન મલિકે ડેબ્યુ મેચમાં તબાહી મચાવી… – જુઓ વીડિયો..
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચોની વનડે સિરીઝ શરૂ થઈ છે. જેની પ્રથમ મેચ 25 નવેમ્બરના રોજ ઓકલેન્ડમાં રમાય હતી. જેમાં ન્યૂઝીલેન્ડે સાત વિકેટે ભારતને હરાવ્યું હતું. ન્યૂઝીલેન્ડે આ પ્રથમ મેચ જીતીને સિરીઝમાં 1-0 થી લીડ મેળવી છે. ટીમ ઇન્ડિયાને આ સમગ્ર શ્રેણી પર વિજય મેળવવા માટે આગામી બે મેચ રમવી ખૂબ જ અગત્યની છે. આ મેચમાં ઉમરાન મલિક અને અર્શદીપ સિંહે પ્રથમ વખત વનડેમાં ડેબ્યૂ કર્યું હતું.
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ઓકલેન્ડમાં રમાયેલ પ્રથમ વનડે મેચમાં જમ્મુ અને કાશ્મીરનો યુવા ફાસ્ટ બોલર ઉમરાન મલિક પ્રથમ વખત ડેબ્યું કરીને ખૂબ જ ઘાતક પ્રદર્શન દેખાડ્યું હતું. ઉમરાન મલિક અત્યાર સુધી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ત્રણ મેચની T 20 રીરીઝ રમી ગયેલ છે. ત્યારબાદ 50 ઓવરના ફોર્મેટમાં પ્રથમ વખત તક મળી હતી. અને આ મેચમાં તેણે પોતાની એક અનેરી છાપ છોડી હતી. ઇમરાન મલિક પોતાની ફાસ્ટ બોલીને કારણે ipl માંથી ફેમસ થયો હતો.
ન્યૂઝીલેન્ડ સામેની t20 સિરીઝમાં પણ તેને એક પણ મેચ રમવાની તક મળી ન હતી. પરંતુ શિખર ધવનની કેપ્ટનશીપ હેઠળ વન-ડે સિરીઝની પહેલી જ મેચમાં શિખર ધવને ઉમરાન મલિકને ડેબ્યુ કરાવ્યું હતું. 23 વર્ષીય આ યુવા ફાસ્ટ બોલર વિરોધી ટીમના બેટ્સમેનોને ભયભીત કરી દીધા હતા. ઉમરાન મલિક 153 kmh થી પણ વધુ ઝડપે બોલિંગ કરતો યુવા સ્ટાર ખેલાડી બન્યો છે.
ઉમરાન મલિકે આ મેચમાં પ્રથમ 2 ઓવરમાં 143થી 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોલ ફેક્યા હતા અને ત્યારે તેને એક પણ વિકેટ મળી ન હતી અને પરંતુ 3 ઓવરમાં 153.1 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોલ ફેકી તબાહી મચાવીને એક મહત્વની વિકેટ પણ ઝડપી હતી. આ વિકેટ ઝડપીને વનડેમાં કારકિર્દીની શરૂઆત કરી હતી. આગામી સમયમાં ટીમ ઇન્ડિયામાં ખુબ જ સારૂ પ્રદર્શન બતાવી શકે તેમ છે. જુઓ વિડિયો…..