ઉમેશ યાદવે મિશેલ સ્ટાર્કને એવી રીતે કર્યો ક્લીન બોલ્ડ કે સ્ટમ્પ ઉડીને પડ્યું 30 ફૂટ દૂર… – જુઓ વિડિયો
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હાલ 4 મેચોની બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટ મેચ ઇન્દોર ખાતે રમાઈ રહી છે. આ ટેસ્ટ શ્રેણીની પ્રથમ બંને મેચોમાં ભારતીય ટીમે શાનદાર વિજય મેળવ્યો છે. જેને કારણે ભારતે આ સમગ્ર ટેસ્ટ સિરીઝમાં ઓસ્ટ્રેલિયા સામે 2-0 ની મોટી લીડ બનાવી છે. ચાલી રહેલ ત્રીજી ટેસ્ટ મેચ ખૂબ જ રોમાંચિત અને કટોકટી ભરી જોવા મળી છે.
ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે બીજા દિવસે ઓસ્ટ્રેલિયન ટીમ પર ભારે દબદબો બનાવ્યો છે. ત્રીજી મેચના પ્રથમ દિવસે ભારતીય ટીમ ખૂબ જ નબળી સ્થિતિમાં જોવા મળી હતી પરંતુ બીજા દિવસની શરૂઆત થતાંની સાથે જ ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા ઉપર દબાણ બનાવવાનું શરૂ કર્યું હતું. ત્રીજી ટેસ્ટ મેચનો સ્કોર કાર્ડ વિશે ટૂંકમાં વાત કરીએ તો પ્રથમ ભારતે જીતી ની બેટિંગ કરવાનું તો ભારતીય ટીમ પ્રથમ બેટિંગ કરીને પ્રથમ દિવસે 109 રન બનાવી શકી હતી.
ભારતીય ટીમનો પ્રથમ દાવ પૂર્ણ થયા બાદ ઓસ્ટ્રેલિયન ટીમ બેટિંગ કરવા માટે મેદાને ઉતરી હતી. શરૂઆતમાં ઓસ્ટ્રેલિયન બેટ્સમેનો ખૂબ જ સારા ફોર્મમાં જોવા મળ્યા હતા. પરંતુ ભારતીય બોલરોએ તેના પર સતત દબાણ બનાવ્યું હતું અને 197 રનમાં સમગ્ર ટીમને ઓલ આઉટ કરી નાખી હતી. જેને કારણે ઓસ્ટ્રેલિયન ટીમ પ્રથમ દાવમાં 88 રનની લીડમાં હતી.
ત્રીજી ટેસ્ટ મેચમાં સ્થાન મળનાર સ્ટાર બોલર ઉમેશ યાદવે ખૂબ જ જોરદાર બોલિંગ દેખાડી હતી. મુશ્કેલીના સમયમાં ઉમેશ યાદવે ભારતીય ટીમને મીશેલ સ્ટાર્કની મોટી વિકેટ ઝડપી બતાવી હતી. તે ફક્ત એક રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે તે ક્લીન બોલ્ડ થયો ત્યારે મિડલ સ્ટમ્પ લગભગ 20 ફૂટ દૂર ઉછળીને પડ્યું હતું. તેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
સોશિયલ મીડિયા પર ઉમેશ યાદવની આ ઘાતક બોલિંગનો વિડીયો હાલ વાયુ વેગે વાયરલ થતો જોવા મળ્યો છે. ઉમેશ યાદવની આ ઘાતક બોલીંગ જોઈને પેવિલિયમમાં બેઠેલા બીજા ખેલાડીઓ પણ ચોકી ઉઠ્યા હતા. મોટા દિગ્ગજ ક્રિકેટરો અને ચાહકો ઉમેશ યાદવની બોલીંગના વખાણ કરતા જોવા મળ્યા છે. જુઓ વિડિયો