ટ્રેવિસ હેડે કહ્યું- આતો બુમરાહ કરતા પણ ઘાતક નીકળ્યો, અમારા માટે બન્યો હારનું કારણ…
ગઈકાલે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બેંગ્લોર ખાતે પાંચમી અને છેલ્લી ટી-20 મેચ રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમે આખરી ક્ષણે 6 રને મોટી જીત મેળવી છે. ઓસ્ટ્રેલિયન ટીમને ફરી એક વખત મોટો ફટકો પડ્યો છે. આ સાથે જ ભારતીય ટીમ આ સિરીઝમાં 4-1થી જબરદસ્ત જીત મેળવી છે. મેચ પૂર્ણ થયા બાદ ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ટ્રેવિસ હેડે એક મહત્વનું નિવેદન આપ્યું છે.
સંપૂર્ણ મેચની વાત કરીએ તો ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતી વખતે 8 વિકેટે 160 રનનો નાનો સ્કોર બનાવ્યો હતો. ત્યારબાદ ઓસ્ટ્રેલિયન ટીમે ફક્ત 154 રન બનાવ્યા હતા. જેથી ભારતીય ટીમને આ મેચમાં જીત મળી છે. આ મેચમાં ભારતીય ટીમની બોલિંગ લાઈન ઘણી મજબૂત જોવા મળી હતી. ઓસ્ટ્રેલિયન સ્ટાર બેટ્સમેન ટ્રેવિસ હેડે મેચ બાદ આ ભારતીય ખેલાડીના ખૂબ વખાણ કર્યા છે.
ટ્રેવિસ હેડે ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે આ ખેલાડી તો બુમરાહ કરતા પણ ઘાતક નીકળ્યો છે. તેની સામે રમવું ખરેખર મુશ્કેલ લાગી રહ્યું હતું. એક સમયે મેચ મારા હાથમાં હતી પરંતુ તેની સારી બોલિંગના કારણે હારનો સામનો કરવો પડ્યો છે. તે જ અમારા માટે શરમજનક હારનું કારણ પણ બન્યો છે. તો ચાલો આપણે જાણીએ કે આ ભારતીય સુપર સ્ટાર બોલર કોણ છે.
તમને જણાવી દઈએ કે ટ્રેવિસ હેડે તાજેતરમાં અર્શદીપ સિંહના ખૂબ વખાણ કર્યા છે. તેણે જણાવ્યું હતું કે અર્શદીપે આજે છેલ્લી ઓવરમાં માત્ર ત્રણ રન આપ્યા હતા. બીજી તરફ તેણે એક વિકેટ પણ લીધી હતી. જેના કારણે અમારા પણ દબાણ આવ્યું અને અમે રન બનાવવામાં નિષ્ફળ રહ્યા હતા. ભારતીય ટીમે અર્શદીપના કારણે હારેલી મેચમાં પણ જીત મેળવી હોય તેવું કહી શકાય છે.
ટ્રેવિસ હેડે અર્શદીપ ઉપરાંત રવિ અને મુકેશના પણ ખૂબ વખાણ કર્યા છે. તેણે જણાવ્યું હતું કે રવિ અને મુકેશના કારણે ભારતીય ટીમની બોલિંગ લાઈન સૌથી વધુ મજબુત દેખાઈ રહી છે. આગામી સમયમાં તેઓ વર્લ્ડકપમાં પણ રમતા જોવા મળી શકે છે. ઓસ્ટ્રેલિયા સિરીઝ બાદ હવે ભારતીય ટીમ સાઉથ આફ્રિકા સામે ટી-20 સિરીઝ રમાવાની છે.