હાર્દિક પંડ્યાના સ્થાને આ યુવા ખેલાડીને કેપ્ટનશીપ સોંપવી જોઈએ, ગૌતમ ગંભીરે આપ્યું મોટું નિવેદન…
T 20 વર્લ્ડ કપ બાદ સમગ્ર ટીમો હાલ દ્વિપક્ષીય દેશો વચ્ચે સિરીઝ રમી રહી છે. ભારતની વાત કરવામાં આવે તો હાલ ટીમ ઇન્ડિયા ન્યૂઝીલેન્ડના પ્રવાસ પર છે. જ્યાં ત્રણ મેચોની ટી20 સિરીઝ અને ત્રણ મેચની વનડે સિરીઝ રમવાની છે. ટી 20 સીરીઝમાં હાર્દિક પંડ્યાને કેપ્ટનશીપ સોંપવામાં આવી હતી. આ T 20 સિરીઝમાં ભારતે 1-0થી મોટી જીત મેળવી છે. અને હાલ વન-ડે સિરીઝ શરૂ થઈ છે. જેની છેલ્લી મેચ 30 નવેમ્બરના રોજ રમાશે. આ સમગ્ર સિરીઝમાં ઘણા નવા યુવા ખેલાડીઓને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.
ટીમ ઇન્ડિયાની કમાન અત્યાર સુધી રોહિત શર્માના હાથમાં હતી. રોહિત શર્માની આગેવાની હેઠળ એશિયા કપ અને T 20 વર્લ્ડ કપમાં શરૂઆતમાં ટીમે સારું પ્રદર્શન દેખાડ્યું હતું. પરંતુ નિર્ણાયક મેચોમાં મોટી નિષ્ફળતાઓ મળવાને કારણે આ બંને કપ માંથી ભારત બહાર થયું હતું. જેને કારણે હાલ રોહિત શર્માની કેપ્ટન શીપ ઉપર ઘણા સવાલો ઉઠી રહ્યા છે. તો આ સાથે જ ભવિષ્યને ધ્યાનમાં રાખીને બીસીસીઆઈ દ્વારા નવા કેપ્ટનની શોધ ખોળ શરૂ થઈ ગઈ છે.
આ સમગ્ર મામલે ટીમ ઇન્ડિયાના પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે મોટું નિવેદન આપ્યું છે તેણે કહ્યું છે કે હાર્દિક પંડ્યા કરતા પણ આ યુવા ખેલાડી સારી રીતે કેપ્ટનશીપ નિભાવી શકે તેમ છે. તેને ટીમ ઇન્ડિયામાં જલ્દી સ્થાન આપવું જોઈએ. થોડા સમય પહેલા યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં ગૌતમ ગંભીરે જણાવ્યું હતું કે ટીમ ઇન્ડિયાની કેપ્ટનશીપ હાર્દિક પંડ્યાના સ્થાને સ્ટાર ઓપન બેટ્સમેન પૃથ્વી શોને સોંપવી જોઈએ. તે પોતાની ઘાતક બેટિંગથી હંમેશા ચર્ચામાં રહેતો હોય છે.
પૃથ્વી શોને એક સારા યુવા કેપ્ટન તરીકે ખૂબ જ સારો અનુભવ પણ છે. ઘણી મેચોમાં પૃથ્વી શોએ મોટી જીતો પણ અપાવી છે. ભવિષ્યને ધ્યાનમાં રાખીને અત્યારે નવા યુવા ખેલાડીઓને કેપ્ટન તરીકે સેટ કરવા જોઈએ. રણજી ટ્રોફીમાં મુંબઈની ટીમ તરફથી પૃથ્વી શો કેપ્ટનશીપ કરતો નજરે પડ્યો હતો. આ ટ્રોફીમાં ખૂબ જ સફળ સાબિત થયો હતો. ગંભીરે વધુમાં જણાવ્યું હતું કે હાર્દિક અને પૃથ્વી શો બંને ભવિષ્યના સારા કેપ્ટન ગણી શકાય.
બંને ટીમને ઘણી મેચોમાં સારામાં સારી સફળતા અપાવી ચૂક્યા છે. પરંતુ પૃથ્વી શોને છેલ્લા ઘણા સમયથી ટીમમાં મોટી તક આપવામાં આવી નથી. તેને હવે ટીમમાં મોટું સ્થાન આપવું જોઈએ. જેથી તે ભવિષ્યમાં લાંબો સમય સુધી ટીમને મોટો લાભ અપાવી શકે છે. ટીમમાં સ્થાન મેળવવા માટે પૃથ્વી શોખ ઘણી મહેનત કરી રહ્યો છે. તો આ સાથે જ હાલ ટીમમાં ઘણા પરિવર્તનોની પણ જરૂર છે. જેને કારણે ટીમમાં પૃથ્વી શો ને મોટું સ્થાન આપીને તેને ભવિષ્ય માટે અજમાવવો જોઈએ.