વન ડે વર્લ્ડકપ 2023 માંથી આ મજબૂત ટીમ થશે બહાર ! નામ જાણીને તમે પણ રહી જશો દંગ, જાણો શું છે કારણ ?
વર્ષ 2023ના અંતમાં વનડે વર્લ્ડ કપ 2023 ભારતમાં રમાવા જઈ રહ્યો છે. ક્રિકેટ ઇતિહાસની સૌથી મોટી ટુર્નામેન્ટ પહેલા આ મજબૂત ટીમનું ટેન્શન વધ્યું છે. વિશ્વની તમામ ટીમો આ વન-ડે વર્લ્ડ કપમાં ભાગ લેવા માટે હાલ તનતોડ મહેનત કરી રહી છે. પરંતુ આ મજબૂત ટીમને આ વર્ષે ભારતમાં રમનાર આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2023 માંથી બહાર ફેંકાઈ જવાનો મોટો ખતરો મંડરાઇ રહ્યો છે.
આ મજબૂત ટીમને વર્લ્ડ કપમાં સીધી એન્ટ્રી મેળવવી હવે મુશ્કેલ બની છે. આ ટીમને વિશ્વ ક્રિકેટની ટોચ માની એક ટીમ માનવામાં આવે છે. પરંતુ હાલ છેલ્લા કેટલાક સમયથી સમગ્ર ટીમના ખરાબ પ્રદર્શનના કારણે વન-ડે વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાઈ જશે એ હવે નક્કી થઈ ગયું છે. ચાલો આ ટીમ કઈ છે તેના વિશે જાણીએ અને તેની પાછળ શું મોટું કારણ છે તેના પર એક નજર કરીએ.
તમને જણાવી દઈએ કે વિશ્વ ક્રિકેટ જગતની સૌથી મજબૂત ટીમ દક્ષિણ આફ્રિકા આ વર્ષે ભારતમાં રમનારા ઓડીઆઇ વર્લ્ડ કપમાંથી બહાર થઈ શકે છે. આ મજબૂત ટીમને વન-ડે વર્લ્ડ કપમાં સીધી એન્ટ્રી કરવી મુશ્કેલ બની છે. દક્ષિણ આફ્રિકા તાજેતરમાં જ ઇંગ્લેન્ડ સામે ત્રણ મેચની વનડે શ્રેણી રમી રહી હતી.
આ શ્રેણીમાં દક્ષિણ આફ્રિકાએ 2-1 થી જીત મેળવી હતી. પરંતુ છેલ્લી મેચમાં રેફરી જેફ ક્રોએ દક્ષિણ આફ્રિકાની ટીમને ધીમી ઓવર રેટ માટે દોષિત ગણાવી હતી. જેને કારણે 1 પોઇન્ટ કાપ્યો હતો અને મેચ ફીનો 20% ચાર્જ પણ કાપી લીધો હતો. જેને કારણે દક્ષિણ આફ્રિકાની ટીમ હાલ 9 માં ક્રમમાં પહોંચી ગઈ છે. આ મેચ દરમિયાન દક્ષિણ આફ્રિકાએ જાતે જ પોતાના પગ પર કુહાડી મારી હતી.
તમને જણાવી દઈએ કે હાલ દક્ષિણ આફ્રિકાની ટીમ આઈસીસી વર્લ્ડ કપ 2023ના સુપર લીગ પોઇન્ટ ટેબલમાં નવમા સ્થાને છે. આ વર્લ્ડ કપમાં માત્ર ટોપ 8 ટીમ જ વર્લ્ડ કપમાં રમવા માટે ક્વોલીફાઇ થતી હોય છે. પરંતુ દક્ષિણ આફ્રિકા 9માં સ્થાનમાં છે જેથી વર્લ્ડ કપમાં રમવા માટે ક્વોલીફાઇ થવું મુશ્કેલ બન્યું છે. દક્ષિણ આફ્રિકાની ટીમ હવે આગામી દિવસોમાં નેધરલેન્ડ સામે વનડે શ્રેણી રમવાની છે. જો દક્ષિણ આફ્રિકાને વર્લ્ડકપની રેસમાં રહેવું હોય તો નેધરલેન્ડને આ સિરીઝમાં 2-0 થી હરાવવું પડશે.