બીજી ટી-20 મેચમાં ઈશાન કિશનનું સ્થાન લેશે આ સ્ટાર ખેલાડી, ગિલ સાથે કરશે ઓપનિંગ….
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે હાલ ત્રણ મેચોની t20 સિરીઝની શાનદાર શરૂઆત થઈ છે. આ સિરીઝની પ્રથમ મેચ 27 જાન્યુઆરીના રોજ રાંચી ખાતે રમાઈ હતી. જેમાં ભારતને 21 રને શરમજનક હાર મળી હતી. આ સમગ્ર સિરીઝમાં ન્યૂઝીલેન્ડે 1-0 ની મોટી લીડ મેળવી છે. ભારતીય ટીમ આ સિરીઝમાં બરાબરી કરવા માટે બીજી ટી 20 મેચમાં આ મોટા બદલાવો સાથે ઉતરી શકે છે.
પ્રથમ મેચમાં ફ્લોપ સાબિત થયેલ કેટલાક ખેલાડીઓને કેપ્ટન હાર્દિક પંડ્યા બહારનો રસ્તો બતાવી શકે છે. પ્રથમ મેચ વિશે ટૂંકમાં વાત કરીએ તો પ્રથમ ભારતીય કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ન્યૂઝીલેન્ડની ટીમે પ્રથમ બેટિંગ કરીને 176 રનનો મોટો સ્કોર કર્યો હતો. ત્યારબાદ ભારતીય ટીમ આ સ્કોરનો પીછો કરવા મેદાને ઉતરી હતી. પરંતુ ભારતીય ટીમ 9 વિકેટ ગુમાવીને 155 રન જ બનાવી શકી હતી.
જેને કારણે ભારતીય ટીમને 21 રને કારમી હાર મળી હતી. આ મેચ દરમિયાન ભારતીય ટીમની ઓપનિંગ જોડીએ કંઈ ખાસ કમાલ બતાવી શકી ન હતી. આ મેચ દરમિયાન ઇશાન કિશન ઓપનિંગ કરવા માટે શુભમન ગીલ સાથે મેદાને ઉતર્યો હતો. પરંતુ મેચ દરમિયાન તે કંઈ ખાસ પ્રદર્શન બતાવી શક્યો ન હતો. આ મેચ દરમિયાન તે ફક્ત 5 બોલમાં 4 રન બનાવીને આઉટ થયો હતો.
પ્રથમ મેચ દરમિયાન ફ્લોપ સાબિત થયેલ ઇશાન કિશનના સ્થાને કેપ્ટન હાર્દિક પંડ્યા બીજી ટી 20 મેચમાં ઓપનર પૃથ્વી શોને મોટી તક આપી શકે છે. જે છેલ્લા ઘણા સમયથી સારા ફોર્મા જોવા મળી રહ્યો છે. પૃથ્વી શોએ રણજી ટ્રોફીમાં આસામ સામે 379 રની મોટી ઇનિંગ્સ રમી હતી. આ મોટો સ્કોર રણજી ટ્રોફીના ઇતિહાસમાં બીજો સૌથી મોટો સર્વશ્રેષ્ઠ સ્કોર બન્યો છે.
પૃથ્વી શો પાસે ઓપનિંગનો ખૂબ જ ઊંડાણપૂર્વક અનુભવ પણ છે. જે ભારતીય ટીમ માટે બીજી મેચમાં સફળ સાબિત થઈ શકે છે. શુભમન ગીલ સાથે બીજી મેચ દરમિયાન ઈશાન કિશનના સ્થાને તે ઓપનિંગ કરતો જોવા મળશે. તે ગીલનો નવો ઓપનિંગ પાર્ટનર બનશે. પૃથ્વી શૉ ભારત માટે ત્રણેય ફોર્મેટમાં ક્રિકેટ રમી ચૂક્યો છે. તેણે ટીમ ઈન્ડિયા માટે 5 ટેસ્ટ મેચમાં 339 રન, 6 વનડેમાં 189 રન બનાવ્યા છે. આ સાથે જ તે ભારત માટે ટી20 મેચ પણ રમી ચુક્યો છે.