IPLના 15 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર રમશે આ સ્ટાર ખેલાડી, તલવારની જેમ ચલાવે છે બેટ…

IPL 2023 ની તૈયારીઓ પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે. તાજેતરમાં જ તમારા ટીમો દ્વારા રિટર્ન અને રીલીઝ ખેલાડીઓની યાદીઓ જાહેર કરવામાં આવી હતી. ત્યારબાદ 23 ડિસેમ્બરના રોજ કેરલના કોચી ખાતે IPL 2023 નું મીની ઓક્શન યોજવામાં આવ્યું હતું. IPLના છેલ્લા 15 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત આ સ્ટાર ખેલાડી વિશ્વની સૌથી ધનિક T20 ક્રિકેટ લીગમાં રમતો જોવા મળશે.

આઈપીએલના ઇતિહાસમાં 15 વર્ષ બાદ આ સ્ટાર ખેલાડીને પહેલી વાર કોઈ ટીમ દ્વારા હરાજીમાં ખરીદવામાં આવ્યો છે. Ipl 2023 ની સિઝનમાં આ સ્ટાર ખેલાડી મેદાને ઉતરીને પ્રથમ ટુર્નામેન્ટમાં જ મોટા રેકોર્ડ બનાવશે તેવા અનુમાન લગાવવામાં આવી રહ્યા છે. 23 ડિસેમ્બર 2022નો દિવસ આ ખેલાડી માટે સુવર્ણ દિવસ બની ગયો છે. તમને જણાવી દઈએ કે ગઈકાલે યોજાયેલ મીની ઓક્શનમાં ઇંગ્લેન્ડના સ્ટાર બેટ્સમેન રૂટને પહેલીવાર IPLમાં કોઈ ટીમ દ્વારા ખરીદવામાં આવ્યો છે.

Ipl 2013 ની મીની હરાજીમાં ઇંગ્લેન્ડના સ્ટાર બેટ્સમેન રાજસ્થાન રોયલ્સ દ્વારા એક કરોડ રૂપિયા આપીને ખરીદવામાં આવ્યો છે. રાજસ્થાન રોયલ્સે રૂટની 15 વર્ષ બાદ કિસ્મત ખોલી છે. રૂટની ડેશિંગ બેટિંગથી વિરોધી ટીમના બોલરો થર થર ધ્રુજી ઊઠે છે. જ્યારે રૂટ બેટિંગ કરતો હોય છે ત્યારે તે બેટને તલવારની જેમ ચલાવી રહ્યો હોય તેવું લાગે છે.

વધુમાં તમને જણાવી દઈએ કે રૂટ પહેલા ઘણી વખત ipl ઓપ્શનમાં પોતાનું નામ નોંધાવી ચૂક્યો છે. અત્યાર સુધીમાં તેને એક પણ ટીમ દ્વારા ખરીદવામાં આવ્યો નથી. પરંતુ વર્ષ 2023માં યોજાયેલ મીની ઓપ્શનમાં રાજસ્થાન રોયલ્સ દ્વારા એક કરોડ રૂપિયા આપીને ખરીદવામાં આવ્યો છે.

રૂટ ભારતની તમામ પિચો પર ખૂબ જ ઉત્તમ પ્રદર્શન બતાવી શક્યો છે. રાજસ્થાન રોયલને રૂટ પોતાના દમ પર આગામી વર્ષ 2023 આઇપીએલમાં શાનદાર જીત આપવી શકે છે. આ સિવાય રાજસ્થાન રોયલ્સની ટીમ ખેલાડીઓને પણ ખરીદ્યા છે જેને કારણે હાલ રાજસ્થાન રોયલ ને ટીમ ખૂબ જ મજબૂત સ્થિતિમાં જોવા મળી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *