આ સ્પિનરને હાર્દિક પંડ્યા ન્યૂઝીલેન્ડ સામે રમવાની તક નહીં આપે તો કરિયર થશે સમાપ્ત…

હાલ સમગ્ર ટીમ સ્ટાફ સાથે ન્યૂઝીલેન્ડના પ્રવાસે છે આ ટીમમાં એક એવો ખેલાડી પણ સામેલ છે જેનું કરિયર હવે સમાપ્ત થવા આવી ગયું છે. જો હાર્દિક પંડ્યા આ ખેલાડીને ન્યૂઝીલેન્ડ સામેની એક પણ મેચમાં સ્થાન નહીં આપે તો કરિયર સંપૂર્ણ રીતે સમાપ્ત થઈ જશે. ન્યૂઝીલેન્ડ સામે આવતી કાલથી ત્રણ મેચોની t20 સિરીઝ રમવા જઈ રહી છે. t20 વર્લ્ડ કપ પછી ટીમમાં મોટા બદલાવો કરવામાં આવ્યા છે.

બીસીસીઆઈ દ્વારા ન્યૂઝીલેન્ડ સામેની આ ત્રણ મેચોની t20 સિરીઝ માટે હાર્દિક પંડ્યાને કેપ્ટનની આગેવાની સોંપવામાં આવી છે. તો આ સાથે જ રાહુલ દ્રવિડના સ્થાને ટીમના કોચ તરીકે vvs લક્ષ્મણનો સમાવેશ કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે કાલથી શરૂ થતી ત્રણ મેચની સિરીઝ માટે પ્લે ઇલેવન માટે ઘણી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. હાર્દિક પંડ્યા કોને આપશે સ્થાન અને કોનું પત્તુ કપાશે.

પરંતુ ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર આ એક દિગ્ગજ સ્પીનર ખેલાડીનું કરિયર સમાપ્ત થવા જઈ રહ્યું છે. T20 વર્લ્ડ કપ રોહિત શર્મા ની આગાહીની હેઠળ પૂર્ણ થયો હતો. પરંતુ આ ખેલાડીને t20 વર્લ્ડ કપમાં એક પણ તક આપવામાં આવી હતી નહીં અને આ ખેલાડી સમગ્ર ટુર્નામેન્ટમાં પાણી પીરસતો જોવા મળ્યો હતો. આ ખેલાડી બીજુ કોઇ નહી પરંતુ યુઝવેન્દ્ર ચહલ છે.

રોહિત શર્માએ ચહલના સ્થાને રવિચંદ્રન અશ્વિનને મોટી તક આપી હતી જેના કારણે ચહલ સમગ્ર ટુર્નામેન્ટમાં ડ્રેસીંગ રૂમમાં ખાતા પીતા અને મજા કરતા જોવા મળ્યો હતો. તો આ સાથે જ ઘણીવાર સ્ટેન્ડ પર બેસીને મેચ નિહાળતો જોવા પણ મળ્યો હતો. ટીમમાં યુજવેન્દ્ર ચહલ ની કિંમત કોઈ સમજી શક્યો નહીં. ઇંગ્લેન્ડ સામેની સેમિફાઇનલ મેચમાં ખરાબ હાર મળતા જ સૌ કોઈ લોકોએ ચહલને ટીમમાં સામેલ કરવાની મોટી માંગ ઉઠાવી હતી.

વધુમાં તમને જણાવી દઈએ કે યજવેન્દ્ર ચહલને ગત સપ્ટેમ્બરથી ટીમ ઇન્ડિયામાં પ્લેઇંગ 11માં રમવાની એક પણ તક મળી નથી પરંતુ ન્યૂઝીલેન્ડ સામેની આ ત્રણ મેચોની સિરીઝમાં જો હાર્દિક પંડ્યા યુજવેન્દ્ર ચહલને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન નહીં આપે તો ચહલનું કરિયર સંપૂર્ણ પણે સમાપ્ત થઈ જશે. ચહલે ipl 2022માં ખૂબ જ સારું પ્રદર્શન કર્યું હતું અને તેણે પર્પલ કેપ પણ પોતાના નામે કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *