ટીમ ઇન્ડિયાનો આ સિનિયર ખેલાડી ટૂંક સમયમાં ક્રિકેટ માંથી લેશે સંન્યાસ, સોશિયલ મીડિયા પર ભાવુક પોસ્ટ શેર કરી આપ્યો સંકેત…
ટીમ ઇન્ડિયા છેલ્લા એક વર્ષથી અલગ અલગ દેશો વચ્ચે ટી ટવેન્ટી સિરીઝો અને મોટી મેચો રમી રહી છે. તાજેતરમાં ટી 20 વર્લ્ડ કપ પૂર્ણ થયો છે. આ ટી ટ્વેન્ટી વર્લ્ડકપની તૈયારીઓ એક વર્ષ પૂર્વે શરૂ થઈ ગઈ હતી. પરંતુ આ T20 વર્લ્ડ કપ જીતવાનું સપનું રહી ગયું છે. કારણ કે ઇંગ્લેન્ડ સામેની સેમી ફાઈનલ મેચમાં ટીમ ઇન્ડિયાએ 10 વિકેટથી મોટી શરમજનક હાર મળી હતી. આ હારના કારણે ટીમ ઇન્ડિયાની સફર વર્લ્ડ કપમાંથી પૂર્ણ થઈ હતી.
બીસીસીઆઈ દ્વારા T20 વર્લ્ડ કપ પછી ટીમ ઇન્ડિયામાં ઘણા મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. કેટલાક સિનિયર ખેલાડીઓને હાલ આરામ આપવામાં આવ્યો છે. તો કેટલાક નવા યુવા ખેલાડીઓને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. બીસીસીઆઈ દ્વારા ઘણા ખેલાડીઓને ટીમમાંથી બહાર કરવામાં આવ્યા છે. જેની વચ્ચે ટીમ ઇન્ડિયાનો આ સિનિયર ખેલાડીએ ટૂંક સમયમાં ક્રિકેટમાંથી સન્યાસ લઈ શકે છે. તેવા સમાચાર હાલ તેમને સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા જાહેર કર્યા છે.
તમને જણાવી દઈએ કે ટીમ ઇન્ડિયાના સિનિયર ઘાતક બેટ્સમેન દિનેશ કાર્તિક ટૂંક સમયમાં ક્રિકેટમાંથી સન્યાસ લઈ લઈ શકે છે તેવા સંકેત હાલ સોશિયલ મીડિયાના માધ્યમથી એક ભાવ પોસ્ટ શેર કરીને આપ્યા છે. દિનેશ કાર્તિકે સોશિયલ મીડિયા પર પોસ્ટ એક પોસ્ટ શેર કરીને જણાવ્યું છે કે ટીમ ઇન્ડિયા માટે મારું T20 વર્લ્ડ કપ રમવાનું સપનું હવે પૂર્ણ થયું છે. છેલ્લા ઘણા સમયથી હું સારુ પરફોર્મન્સ કરવા પ્રયત્ન કરી રહ્યો છે. હું T20 વર્લ્ડ કપ 2022માં રમવા ઈચ્છતો હતો. જે મારું સપનું હતું, તે હવે પૂર્ણ થયું છે, આ સપનું પૂર્ણ થવા બદલ હું તમામ ખેલાડીઓનો, કોચનો અને મારા મિત્રોનો ખૂબ જ આભાર વ્યક્ત કરું છું.
સોશિયલ મીડિયાના માધ્યમથી દિનેશ કાર્તિકે આ ભાવુક પોસ્ટ શેર કરીને સન્યાસ લેવાના મોટા સંકેતો જાહેર કર્યા છે. તે ટૂંક સમયમાં જ ઓફિશ્યલી ક્રિકેટમાંથી પોતાના સંન્યાસની મોટી જાહેરાત કરી શકે તેમ છે. દિનેશ કાર્તિકની હાલ ઉમર 37 વર્ષ થઈ ગઈ છે વધતી ઉંમરને કારણે તેઓ હવે સન્યાસ તરફ આગળ વધી રહ્યા છે. ટીમ ઇન્ડિયા માટે આ સિનિયર ખેલાડીનો સંન્યાસ ખૂબ ભારે પડી શકે છે. દિનેશ કાર્તિક ખૂબ જ સારું પ્રદર્શન કરી ચૂક્યા છે.
હાલ સમગ્ર ટીમ ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર ત્રણ મેચોની T 20 સિરીઝ અને ત્રણ મેચોની વનડે સિરીઝ રમી રહી છે. ત્યારબાદ ટીમ ઇન્ડિયા ડિસેમ્બર મહિનામાં બાંગ્લાદેશ પ્રવાસ પર જવાની છે. જ્યાં ત્રણ મેચોની વનડે સિરીઝ અને બે મેચોની ટેસ્ટ સીરીઝ રમશે. વર્લ્ડ કપ બાદ ઘણા મોટા સિનિયર ખેલાડીઓ ઉંમર વધવાને કારણે અને પોતાનું પરફોર્મન્સ ગુમાવવાને કારણે સન્યાસ તરફ આગળ વધતા હોય છે.