ન્યુઝીલેન્ડ પ્રવાસ પર આ સિનિયર ખેલાડી રહ્યો નિષ્ફળ, હવે ટીમ ઇન્ડિયા માંથી તાત્કાલિક કરાશે બહાર…
છેલ્લા 20 દિવસથી ટીમ ઇન્ડિયા સમગ્ર સ્ટાફ સાથે ન્યૂઝીલેન્ડના પ્રવાસ પર હતી. પરંતુ હવે ન્યૂઝીલેન્ડ પ્રવાસ પૂર્ણ થયો છે. આ પ્રવાસ પર ત્રણ મેચોનો T20 સિરીઝ અને ત્રણ મેચોની વનડે સિરીઝ રમાઈ હતી. જેમાં ભારતે T 20 સિરીઝમાં 1-0 થી મોટી જીત મેળવી હતી. પરંતુ વનડે સિરીઝમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. વનડે સિરીઝની છેલ્લી મેચ આજે રમાઈ રહી છે. જેમાં આ સિનિયર ખેલાડી સંપૂર્ણ રીતે ફ્લોપ સાબિત થયો છે.
વનડે સિરીઝની છેલ્લી મેચ વિશે વિગતવાર વાત કરીએ તો પ્રથમ ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સને ટોસ્ટ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. અને ટીમ ઇન્ડિયાને બેટિંગ કરવા માટે આમંત્રિત કરી હતી. ટીમ ઇન્ડિયાના સ્ટાર ઓપનર બેટ્સમેન શિખર ધવન અને શુભમન ગીલ ઓપનિંગ કરવા માટે મેદાને ઉતર્યા હતા. પરંતુ શુભમન ગીલ 22 બોલમાં 13 રન બનાવીને આઉટ થયો હતો. ત્યારબાદ નંબર ત્રણ પર બેટિંગ કરવા માટે શ્રેયસ ઐયર આવ્યો હતો.
શ્રેયસ ઐયર અને શિખર ધવન વચ્ચે થોડીક પાર્ટનરશીપ થઈ હતી. પરંતુ કેપ્ટન શિખર ધવન 45 બોલમાં 28 રન બનાવીને આઉટ થયા હતાએમ ત્યારબાદ નંબર ચાર પર બેટિંગ કરવા માટે રિષભ પંત આવ્યો હતો. રિષભ પંત સમગ્ર ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર સંપૂર્ણ ફ્લોપ સાબિત થયો છે. જેને કારણે ટીમ ઇન્ડિયાને મોટું નુકસાન થયું છે. આ છેલ્લી મેચમાં પણ રિષભ પંત ફક્ત 16 બોરમાં 10 રન બનાવીને પેવેલિયન ભેગો થયો હતો.
રિષભ પંત એક પણ મેચમાં સારું પ્રદર્શન દેખાડી શક્યો નથી. તો પણ અવાર નવાર તેને ટીમમાં મોટી તકો આપવામાં આવી હતી. પરંતુ હવે આગામી સમયમાં તેને ટીમમાંથી બહાર કરવાની મોટી માંગો હાલ ચાહકો દ્વારા ઉઠી રહી છે. ભારત ક્રિકેટ કંટ્રોલ બોર્ડ આગામી સમયમાં રિષભ પંથને તમામ ફોર્મેટમાંથી આરામ આપી શકે છે જેને લઈને હાલ મોટા સંકેતો સામે આવી રહ્યા છે. ટીમ ઇન્ડિયા આગામી દિવસોમાં બાંગ્લાદેશ પ્રવાસ પર જઈ રહી છે.
રિષભ પંતના આવા ખરાબ પરફોર્મન્સના કારણે તેને સ્થાન આપવામાં આવશે નહીં. ટીમ ઇન્ડિયામાંથી તેને બહારનો રસ્તો બતાવવામાં આવશે. રિષભ પંથનું બેટ ઘણા સમયથી શાંત થયું છે. છેલ્લે એશિયા કપ અને T20 વર્લ્ડ કપમાં પણ તે સારું પ્રદર્શન કરી શક્યો નહીં. છતાં પણ રિષભ પંતને ન્યુઝીલેન્ડ સિરીઝમાં એક તક આપવામાં આવી હતી. પરંતુ આ તક પણ તે ઝડપી શક્યો નહીં અને ખરાબ રીતે ક્લોપ સાબિત થયો છે જેને કારણે હવે તેને ટીમમાંથી તાત્કાલિક બહાર કરી શકાશે.