સુર્યકુમાર યાદવ કરતા 200 ગણો સારો છે આ ખેલાડી, તેને તાત્કાલિક ટીમમાં સામેલ કરવાની ઉઠી ઉગ્ર માંગ…
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રવિવારના રોજ વિશાખાપટ્ટનમ ખાતે 3 મેચોની વન-ડે સિરીઝની બીજી મેચ રમાઈ હતી. જેમા ઓસ્ટ્રેલિયાએ ભારતને 10 વિકેટએ મોટી શરમજનક હાર આપી હતી. ઓસ્ટ્રેલિયાએ આ મેચ જીતીને ભારત સાથે ત્રણ મેચોની આ વનડે સિરીઝમાં 1-1 થી બરાબરી કરી છે. ત્યારબાદ હવે 22 માર્ચના રોજ આ વનડે શ્રેણીની અંતિમ નિર્ણાયક મેચ ચેન્નાઈ ખાતે રમવાની છે.
બીજી વન-ડે મેચ વિશે ટૂંકમાં વાત કરીએ તો પ્રથમ ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્ટીવ સ્મિથે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. અને ભારતીય ટીમને બેટિંગ કરવા માટે મેદાને આમંત્રિત કરી હતી. ભારતીય ટીમની બેટિંગ સંપૂર્ણ ખરાબ જોવા મળી હતી. જેને કારણે 26 ઓવરમાં ફક્ત 117 રન બનાવીને સમગ્ર ભારતીય ટીમ થઈ હતી. ત્યારબાદ ઓસ્ટ્રેલિયન ટીમે આ નાનો સ્કોર ઝીરો વિકેટે 11 ઓવરમાં પૂર્ણ કર્યો હતો અને ભારતને ઇતિહાસની સૌથી મોટી હાર આપી હતી.
ઓસ્ટ્રેલિયા સામેની આ વનડે સિરીઝ જીતવા માટે ભારતીય ટીમને આગામી ત્રીજી નિર્ણાયક મેચ જીતવી ખૂબ જ અગત્યની છે જેને કારણે ભારતીય ટીમને મજબૂત 11 સાથે મેદાને ઉતરવું પડશે. બીજી મેચમાં કારમી હારને કારણે મોટા દિગ્ગજ ક્રિકેટરો અને ચાહકો એવું કરી રહ્યા છે કે સૂર્યકુમાર યાદવ કરતા આ ઘાતક ખેલાડી 200 ગણો સારો છે. જેને તાત્કાલિક ટીમ ઇન્ડિયામાં સામેલ કરવો જોઈએ.
ભારતીય ટીમની ખરાબ બેટિંગને કારણે હવે ટીમ ઇન્ડિયામાં નવા ખેલાડીઓ સામેલ કરવાની મોટી ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે. પ્રશંસકો આ સ્ટાર ખેલાડીને ટીમ ઇન્ડિયામાં સ્થાન આપવા માટે આતુરતાથી માંગ જોઈ રહ્યા છે. આ સ્ટાર ખેલાડી બીજું કોઈ નહિ પરંતુ સંજુ સેમસન છે. ટ્વીટર ઉપર સંજુ સેમસને ટીમમાં તાત્કાલિક સ્થાન આપવા માટે મોટી માંગો ઉઠી રહી છે.
તમને જણાવી દઈએ કે સતત બીજી વન-ડેમાં સૂર્યકુમાર યાદવ ગોલ્ડન ડકનો શિકાર બન્યો છે. જેને કારણે હાલ તે સમગ્ર સોશિયલ મીડિયા અને દિગ્ગજ ક્રિકેટરોના મોઢે ખૂબ જ ટ્રોલ થઈ રહ્યો છે. સૂર્યકુમાર યાદવને બહાર કરવાનું ટ્વિટર ઉપર મિમ્સનું મોટું પુર આવ્યું છે. એક યુઝર્સએ એવું પણ લખ્યું છે કે સૂર્યકુમાર યાદવ કરતા સંજુ સેમસન 200 ગણો સારો છે. તેને તાત્કાલિક ટીમમાં સામેલ કરવો જોઈએ. તો બીજા એક યુઝર્સએ એવું પણ લખ્યું છે કે ટી 20નો હીરો વન-ડેમાં ઝીરો.