સુર્યકુમાર યાદવ કરતા 200 ગણો સારો છે આ ઘાતક ખેલાડી, છતાં ગંદી રાજનીતિને કારણે રોહિત નથી આપી રહ્યો ટીમમાં સ્થાન…

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચોની વનડે સિરીઝ તાજેતરમાં જ પૂર્ણ થઈ છે. આ સિરીઝની અંતિમ નિર્ણાયક મેચ બુધવારના રોજ ચેન્નાઇ ખાતે રમાઈ હતી. જેમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 21 રને કારમી હાર આપી છે. ઓસ્ટ્રેલિયાએ આ અંતિમ મેચ જીતીને સમગ્ર સિરીઝ પર 2-1 થી કબજો મેળવ્યો છે. રોહિત શર્માએ સૂર્યકુમાર યાદવના સ્થાને આ ઘાતક ખેલાડીને ટીમમાં સ્થાન ન આપીને મોટી ભૂલ કરી હતી.

અંતિમ નિર્ણાયક મેચ વિશે ટૂંકમાં વાત કરીએ તો પ્રથમ ઓસ્ટ્રેલિયન સ્ટાર કેપ્ટન સ્ટીલ સ્મિથે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને ભારતીય ટીમને પ્રથમ બોલિંગ કરવા માટે મેદાને આમંત્રણ આપ્યું હતું. ઓસ્ટ્રેલિયન ટીમે પ્રથમ બેટિંગ કરીને 49 ઓવરમાં 269 રન બનાવ્યા હતા. ભારતીય ટીમ આ નાના સ્કોરનો પીછો કરવા ભારતીય ટીમ ત્યારબાદ મેદાને ઉતરી હતી.

ભારતીય બેટ્સમેનોના ખરાબ પ્રદર્શનને કારણે સમગ્ર ટીમ 248 રનમાં ઓલઆઉટ થઈ હતી. તેના કારણે ઓસ્ટ્રેલિયાએ આ મેચ દરમિયાન 21 રને ભવ્ય વિજય મેળવ્યો હતો. આ સીરીઝ દરમિયાન રોહિત શર્માએ સૂર્યકુમાર યાદવ કરતા 200 ગણા સારા આ ઘાતક ખેલાડીને ટીમમાં તક ન આપીને પોતાના પગ પર કુહાડી મારી છે.

સૂર્ય કુમાર યાદવ ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચોની વન-ડે સિરીઝની ત્રણેય મેચોમાં પહેલા જ બોલ પર શૂન્ય રન બનાવીને ક્લીન આઉટ થયો છે. સૂર્યકુમાર યાદવ આ વનડે સિરીઝમાં ખૂબ જ ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો હતો. છતાં પણ કેપ્ટન રોહિત શર્માએ તેને તક આપવામાં કોઈ કસર છોડી ન હતી. રોહિત શર્મા સૂર્યકુમાર યાદવને સતત તક આપતો જોવા મળ્યો હતો. સતત સ્થાન આપવાને કારણે હાલ ઘણા સવાલો ઉઠી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે ટીમ ઇન્ડિયાનો સ્ટાર વિકેટ કીપર બેટ્સમેન સંજુ સેમસંનને કેપ્ટન રોહિત શર્મા એક પણ સિરીઝ અને મેચમાં ટીમમાં સ્થાન આપી રહ્યો નથી. સૂર્યકુમાર યાદવ સતત ફ્લોપ સાબિત થતો હોવા છતાં પણ તેને ટીમમાંથી બહાર કરવામાં આવી રહ્યો નથી. ગંદી રાજનીતિને કારણે સંજુ ટીમમાં સ્થાન મેળવી શકતો નથી. પરંતુ હાલ મોટા દિગ્ગજ ક્રિકેટરો અને ચાહકો તેને તાત્કાલિક ટીમમાં સામેલ કરવા માટે મોટી માંગ ઉઠાવી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે સતત ત્રીજી વન-ડેમાં સૂર્યકુમાર યાદવ ગોલ્ડન ડકનો શિકાર બન્યો છે. જેને કારણે હાલ તે સમગ્ર સોશિયલ મીડિયા અને દિગ્ગજ ક્રિકેટરોના મોઢે ખૂબ જ ટ્રોલ થઈ રહ્યો છે. સૂર્યકુમાર યાદવને બહાર કરવાનું ટ્વિટર ઉપર મિમ્સનું મોટું પુર આવ્યું છે. એક યુઝર્સએ એવું પણ લખ્યું છે કે સૂર્યકુમાર યાદવ કરતા સંજુ સેમસન 200 ગણો સારો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *