ટી-20માં આ ઘાતક ખેલાડીએ સારું પ્રદર્શન દેખાડ્યું પરંતુ વન-ડેમાં સંપૂર્ણરીતે ફ્લોપ સાબિત થયો, હવે નહીં મળે ટીમમાં સ્થાન…
ટીમ ઇન્ડિયાનો ન્યૂઝીલેન્ડ પ્રવાસ આજે પૂર્ણ થવા જઈ રહ્યો છે. આ પ્રવાસમાં ત્રણ મેચોની T20 સિરીઝ અને ત્રણ મેચોની વનડે સિરીઝ રમાઈ રહી છે. જેમાંથી ભારતે T 20 સિરીઝમાં 1-0 થી મોટી જીત મેળવી હતી. પરંતુ ભારત માટે વન-ડે સિરીઝ ફ્લોપ થઈ છે. આ વનડે સિરીઝમાં ટીમ ઇન્ડિયાનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું છે. આ ઘાતક બેટ્સમેને T20 સિરીઝમાં સારું પ્રદર્શન દેખાડ્યું હતું. પરંતુ વનડેમાં ખૂબ જ ખરાબ રીતે ફ્લોપ સાબિત થયો છે.
આ સમગ્ર વન ડે સિરીઝ વિશે વાત કરીએ તો પ્રથમ મેચમાં ન્યૂઝીલેન્ડે ભારતને સાત વિકેટે કારમી હાર આપી હતી. ત્યારબાદ આ સિરીઝની બીજી વન-ડે મેચ વરસાદને કારણે રદ થઈ હતી. ત્યારબાદ આજે ત્રીજી વન-ડે મેચમાં પ્રથમ કેન વિલિયમ્સને ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારબાદ ટીમ ઇન્ડિયા બેટિંગ કરવા માટે મેદાનને ઉતરી હતી. પરંતુ બેટ્સમેનોના ખરાબ પ્રદર્શનના કારણે ટીમ ઇન્ડિયાએ 47.3 ઓવરમાં સમગ્ર ટીમ ઓલ આઉટ થઈ 219 રન બનાવ્યા હતા.
ત્રીજી વન-ડે મેચમાં ટીમ ઇન્ડિયાના બેટ્સમેનો સંપૂર્ણ રીતે ક્લોપ સાબિત થયા હતા. જેમાંથી ટીમ ઇન્ડિયાનો સ્ટાર T 20 બેટ્સમેન સૂર્યકુમાર યાદવ પણ સામેલ છે. T20 સિરીઝમાં ખૂબ જ જોરદાર પ્રદર્શન દેખાડ્યું હતું. પરંતુ વનડે સિરીઝમાં સંપૂર્ણ ફ્લોપ સાબિત થયો છે. જેને કારણે આગામી દિવસોમાં તેને વનડે ટીમમાં સ્થાન આપવામાં આવશે નહિ. સૂર્યકુમાર યાદવ છેલ્લા છ મહિનાથી T20 ફોર્મેટમાં ખૂબ જ જોરદાર પ્રદર્શન દેખાડી રહ્યો છે.
સૂર્ય કુમાર યાદવ ન્યૂઝીલેન્ડ સામેની વન-ડે સિરીઝમાં સંપૂર્ણ રીતે નિષ્ફળ રહ્યો છે આ સિરીઝની ત્રણેય મેચમાં ખૂબ જ ઓછા રન બનાવીને આઉટ થયો હતો. સૂર્યકુમાર યાદવ T 20 ફોર્મેટમાં મેચ વિનર ખેલાડી છે પરંતુ વન-ડે ક્રિકેટમાં ફ્લોપ ખેલાડી સાબિત થયો છે. આગામી દિવસોમાં બાંગ્લાદેશ પ્રવાસ પર સૂર્યકુમાર યાદવને બહાર કરવામાં આવી શકે છે. સૂર્યકૂમાર યાદવ પ્રથમ વન-ડે મેચમાં 4 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. ત્યારબાદ બીજી મેચમાં 34 રન બનાવ્યા હતા અને ત્રીજી નિર્ણાયક મેચમાં ફક્ત 6 રન બનાવીને પેવેલિયન ભેગો થયો હતો.
સૂર્યકુમાર યાદવનું વનડે મેચમાં ચાલવું ટીમ ઇન્ડિયા માટે ખૂબ જ અગત્યનું હતું. પરંતુ નિર્ણાયક મેચમાં તે નિષ્ફળ રહ્યો હતો. જેથી આગામી સમયમાં તેને ટીમમાંથી બહારનો રસ્તો બતાવવામાં આવશે. બીસીસીઆઈ દ્વારા આ મુદ્દા પર મોટા આકરા નિર્ણયો લઈ શકે છે. સૂર્યકુમાર યાદવને ખરાબ બેટિંગને લાઈનને કારણે ટીમ ઇન્ડિયા ઘણી મુશ્કેલીમાં મુકાય છે. ન્યૂઝીલેન્ડ પ્રવાસ બાદ ટીમ ઇન્ડિયા બાંગ્લાદેશ પ્રવાસ પર જઈ રહી છે. ભારતનો બાંગ્લાદેશ પ્રવાસ 4 ડિસેમ્બર થી શરૂ થવા જઈ રહ્યો છે.