આ ઘાતક ખેલાડીએ કેપ્ટન રોહિત શર્માનો વિશ્વાસ તોડ્યો, ઈંગ્લેન્ડ સામેની સેમિફાઇન મેચમાં બન્યો હારનું કારણ…
ઇંગ્લેન્ડ સામે ટીમ ઇન્ડિયાએ કારમી હાર મેળવી છે 10 નવેમ્બરે T20 વર્લ્ડ કપની સેમીફાઇનલ મેચ ઓસ્ટ્રેલિયા ખાતે રમાઈ હતી. આ મેચમાં ટીમ ઇન્ડિયાના બોલરોએ ખૂબ જ ખરાબ પ્રદર્શન કર્યું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. આ ખરાબ પ્રદર્શનના કારણે ટીમ ઇન્ડિયા ઇંગ્લેન્ડ સામે 10 વિકેટથી હાર મેળવી છે જેને કારણે t20 વર્લ્ડ કપની ફાઇનલ મેચમાંથી ટીમ ઇન્ડિયા પહોંચી શક્યું નથી ઇંગ્લેન્ડ સામેની આ મેચમાં આ એક ઘાતક ખેલાડી હારનું કારણ બન્યો હોય તેવું લાગી રહ્યું છે.
આ ઘાતક ખેલાડીએ ઇંગ્લેન્ડ સામેની મેચમાં ખૂબ જ ખરાબ પ્રદર્શન ના કારણે સમગ્ર મેચની બાજી પલટી હતી અને ટીમ ઇન્ડિયાની કરામી હાર ભોગવી પડી હતી. આ મેચમાં ઇંગ્લેન્ડે ટોચ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો ટીમ ઇન્ડિયાએ પ્રથમ બેટિંગ કરીને ઇંગ્લેન્ડને 169 રનનો મોટો લક્ષ આપ્યો હતો પરંતુ આ ટાર્ગેટ ઇંગ્લેન્ડે ખૂબ જ સરળતાથી ક્રોસ કરીને ઐતિહાસિક જીત મેળવી હતી તમને જણાવી દઈએ કે આ ઘાતક ખેલાડી કોણ હતો ?
ટીમ ઇન્ડિયાનો ઘાતક બોલર મોહમ્મદ સમી કેટલીક મેચોથી ખૂબ જ ખરાબ પ્રદર્શન કરી રહ્યો છે જેને કારણે ટીમ ઇન્ડિયાને ભારે નુકસાન થઈ રહ્યું છે. મહંમદ શકીએ ટીમ ઇન્ડિયા માટે ખૂબ જ વિલન સાબિત થયો છે મહંમદ શમીએ ઇંગ્લેન્ડ સામેની આ ઐતિહાસિક મેચમાં ત્રણ ઓવરમાં 13 ના ઇકોનોમિક રેટથી સૌથી વધારે 39 રન આપ્યા હતા અને એક પણ વિકેટ મેળવી શક્યો હતો નહીં.
જસ્મીત બુમરા t20 વર્લ્ડ કપ 2022 પહેલા ઈજાગ્રસ્ત થવાના કારણે ટીમમાંથી બહાર થયો હતો જેથી ટીમ ઇન્ડિયાને ટી 20 વર્લ્ડકપમાં મોટું નુકસાન થયું છે. ટીમ ઇન્ડિયાની પસંદગી કરનાર લોકોએ જસ્મીત બુમરાના સ્થાને મોહમ્મદ સમીને સ્થાન આપ્યું હતું અને ટીમ ઇન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ મોહમ્મદ સમી ઉપર સારો એવો વિશ્વાસ કર્યો હતો પરંતુ ઇંગ્લેન્ડ સામેની આ સેમી ફાઇનલ મેચમાં ખરાબ પ્રદર્શનને કારણે રોહિત શર્માનો વિશ્વાસ તોડ્યો હતો.