ત્રીજી વન-ડે મેચમાં આ ખતરનાક ખેલાડીની થશે એન્ટ્રી, કેપ્ટન શિખર ધવનને આપ્યા મોટા સંકેત….
ટીમ ઇન્ડિયા ન્યૂઝીલેન્ડના પ્રવાસ પર છે. જ્યાં ત્રણ મેચની T 20 સિરીઝ અને ત્રણ મેચોની વનડે સિરીઝ રમાઈ રહી છે. જેમાંથી T 20 મેચોની સિરીઝ હાલ પૂર્ણ થઈ છે. ભારતે આ સિરીઝમાં 1-0 થી મોટી જીત મેળવી છે. ત્યારબાદ હવે વનડે સિરીઝ શરૂ થઈ છે જેની ત્રીજી મેચ આવતીકાલે રમાવાની છે. આ વનડે સિરીઝની પ્રથમ મેચમાં ન્યૂઝીલેન્ડે ભારતને સાત વિકેટ ધરાવ્યું હતું. ત્યારબાદ બીજી મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી.
વનડે સિરીઝમાં બરાબરી કરવા માટે ટીમ ઇન્ડિયાને ત્રીજી મેચ જીતવી ખૂબ જ અગત્યની છે. જેને કારણે ટીમ ઇન્ડિયામાં હાલ ઘણા બદલાવો કરવામાં આવી રહ્યા છે. કેપ્ટન શિખર ધવન આ ત્રીજી મેચમાં આ ઘાતક ખેલાડીને મોટી તક આપી શકે છે. ત્રીજી મેચની પ્લેયિંગ ઇલેવનમાં શિખર ધવન ઘણા મોટા બદલાવો કરી શકે છે. ચાલો જાણીએ આ ઘાતક ખેલાડી કોણ છે.
ન્યૂઝીલેન્ડ સામેની આ ત્રીજી વન-ડે મેચમાં ટીમ ઇન્ડિયાના પ્લેઈંગ 11 માં ચાઇના મેન બોલર કુલદીપ યાદવની શિખર ધવન એન્ટ્રી કરાવી શકે છે. હાલ કુલદીપ યાદવ ખૂબ જ સારા ફોર્મમાં ચાલી રહ્યો છે તેની ઘાતક બોલિંગના કારણે મેચને જીત માં ફેરવી શકે છે. કુલદીપ યાદવે છેલ્લે 11 મહિના પહેલા ઓક્ટોબર મહિનામાં દક્ષિણ આફ્રિકા સામે છેલ્લી ઓડીઆઇ મેચ રમી હતી.
કુલદીપ યાદવે આ દક્ષિણ આફ્રિકા સામેની વન-ડે મેચમાં 4.1 ઓવરમાં 18 રન આપીને મહત્વની ચાર વિકેટ ઝડપી હતી. આ મોટી સિદ્ધિ બદલ કુલદીપ યાદવને મેન ઓફ ધ મેચનો એવોર્ડ પણ મળ્યો હતો. ન્યૂઝીલેન્ડ સામેની વનડે સીરીઝમાં ટીમ ઈન્ડિયાની બોલિંગ લાઈન ખરાબ હોવાને કારણે પહેલી વન-ડે મેચ હાર્યા હતા. પરંતુ શિખર ધવન આગામી નિર્ણાયક મેચમાં આ મોટો બદલાવ કરી શકે છે.
શિખર ધવન આ ત્રીજી વન-ડે મેચમાં યુજવેન્દ્ર ચહલના સ્થાને કુલદીપ યાદવને મોટી તક આપી શકે છે. યુજવેન્દ્ર ચહલ કેટલાક ઘણા સમયથી ખૂબ જ ખરાબ પ્રદર્શન કરી રહ્યો છે તો આ સાથે જ તે ઓવર દરમિયાન વધુ રન આપતો જોવા મળ્યો છે. અને એક પણ વિકેટ લઈ શક્યો નથી. શિખર ધવન આ કારણોસર તેને બહાર બેસાડીને કુલદીપ યાદવને ટીમમાં મોટું સ્થાન આપી શકે છે.