કેપ્ટન રોહિત શર્માની આ મોટી ભૂલ આખી ટીમને પડી ભારે, બની હારનું સૌથી મોટું કારણ જાણો….

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રવિવારના રોજ વિશાખાપટ્ટનમ ખાતે 3 મેચોની વન-ડે સિરીઝની બીજી મેચ રમાઈ હતી. જેમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 10 વિકેટે કારમી હાર આપી છે. ભારતને બીજી મેચમાં હાર મળતાની સાથે જ સમગ્ર સિરીઝમાં ઓસ્ટ્રેલિયાએ 1-1 ની બરાબરી કરી છે. ભારતને હવે આ સમગ્ર સીરીઝ જીતવા માટે આ શ્રેણીની છેલ્લી મેચ જીતવી ખૂબ જ અગત્યની છે.

પ્રથમ મેચ દરમિયાન ટીમ ઇન્ડિયાની કેપ્ટન શિપ હાર્દિક પંડ્યા કરી રહ્યો હતો. આ દરમિયાન રોહિત શર્મા કેટલાક કારણોસર મેચ માંથી બહાર હતો. પરંતુ બીજી મેચ દરમિયાન રોહિત શર્મા કેપ્ટનશીપ કરતાની સાથે જ તેણે આ એક મોટી ભૂલ કરી હતી. જેના કારણે આ મોટી ભૂલ સમગ્ર ટીમને ભારે પડી હતી અને હારનું સૌથી મોટું કારણ બની છે.

બીજી વનડે મેચ વિશે પ્રથમ ટૂંકમાં વાત કરીએ તો ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્ટીવ સ્મીથે પ્રથમ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને ભારતીય ટીમને પ્રથમ બેટિંગ કરવા માટે મેદાને આમંત્રિત કરી હતી. બેટિંગ કરવા માટે ઉતરેલ ભારતીય ટીમ ફક્ત 26 ઓવરમાં 117 રન બનાવીને સમગ્ર ટીમ ઓલ આઉટ થઈ હતી. ભારતીય ટીમની બેટિંગ લાઇનની સાથે બોલિંગ લાઇન પણ સંપૂર્ણ ફ્લોપ જોવા મળી હતી.

ત્યારબાદ ઓસ્ટ્રેલિયન ટીમ બેટિંગ કરવા માટે મેદાને ઉતરી હતી પરંતુ ઓસ્ટ્રેલિયા એક પણ વિકેટ ગુમાવ્યા વગર ફક્ત 11 ઓવરમાં સમગ્ર મેચ પોતાના નામે કરી હતી. આ મેચ દરમિયાન ભારતીય કેપ્ટન રોહિત શર્મા એક મોટી ભૂલ કરી બેઠો હતો. રોહિત શર્માએ બીજી મેચ દરમિયાન ભારતની પ્લેઈંગ ઇલેવનમાં બે મોટા બદલાવો કર્યા હતા. જેમાં ઈશાન કિશન અને શાર્દુલ ઠાકોરને બહાર કરવામાં આવ્યા હતાં.

રોહિતે પસંદ કરેલ ભારતીય બેટિંગ સંપૂર્ણ ફ્લોપ જોવા મળી હતી. તો બીજી તરફ રોહિતે વધારાના પેસરની પસંદગી ન કરી હોવાને કારણે ભારતીય ટીમને કારમી હાર મળી છે. પીચ ને જોતા રોહિતે પણ એક મોટી ભૂલ કરી હતી. તેણે ટીમમાં કોઈ વધારાના ઝડપી બોલરની પસંદગી ન કરવાના કારણે ભારતીય ટીમ એક પણ વિકેટ છટકાવી શક્યો નહીં.

તો બીજી તરફ ઓસ્ટ્રેલિયા તરફથી મેશલ સ્ટાર્ક એ સૌથી વધુ પાંચ વિકેટ ઝડપી હતી. આના પરથી જાણવા મળે છે કે ફાસ્ટ બોલરોને પીચમાં ઘણી મદદ મળી હતી. રોહિત શર્માને ટીમ ઇન્ડિયામાં ફાસ્ટ બોલરની જરૂર હતી પરંતુ તેને સ્પીન બોલરને સ્થાન આપીને મોટી ભૂલ કરી હતી. જેને કારણે હાર મળી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *