IPLના ઈતિહાસમાં સૌથી મોંઘા વેચાયેલા આ 5 ખેલાડીઓ, લિસ્ટમાં 1 ભારતીય બેટ્સમેન પણ છે સામેલ…
IPL 2023ની હરાજીમાં ઘણા દિગ્ગજ ખેલાડીઓને મોટી રકમ મળી છે. તે જ સમયે, ઘણા સ્ટાર ખેલાડીઓ વેચાયા વગરના રહી ગયા છે. ઈંગ્લેન્ડનો સેમ કુરન IPL ઓક્શનના ઈતિહાસમાં સૌથી વધુ કમાણી કરનાર ખેલાડી બની ગયો છે. અમારા અહેવાલમાં, અમે તે 5 ખેલાડીઓ વિશે જાણીશું જે IPLની હરાજીમાં સૌથી મોંઘા વેચાયા હતા.
પ્રથમ સ્થાને સેમ કુરન IPL ઓક્શનના ઈતિહાસમાં સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. સેમ કુરનને પંજાબ કિંગ્સે 18.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. આ પહેલા IPL 2021માં ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમી ચૂક્યો છે. તેણે T20 વર્લ્ડ કપ 2022માં સૌથી વધુ 13 વિકેટ લીધી હતી. T 20 વર્લ્ડ કપમાં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ અને ફાઇનલ મેચમાં મેન ઓફ ધ મેચ પણ રહી ચૂક્યો છે.
મુંબઈ ઈન્ડિયન્સે ઓસ્ટ્રેલિયાના વિસ્ફોટક ઓલરાઉન્ડર કેમરોન ગ્રીનને 17.50 રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો છે. કેમરોન ગ્રીન કિલર બોલિંગ અને ડેશિંગ બેટિંગમાં જાણીતો છે. કેમરોન ગીરન 140 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પણ વધારે ઝડપથી બોલિંગ કરી શકે છે.
બેન સ્ટોક્સ છેલ્લા કેટલાક સમયથી શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. તેણે પોતાના દમ પર ઈંગ્લેન્ડની ટીમને T20 વર્લ્ડ કપનો ખિતાબ જીતાડ્યો છે. તેને ચેન્નાઈ સુપર કિંગ્સે 16.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. બેન સ્ટોક છેલ્લા ઘણા સમયથી ખૂબ જ સારું પ્રદર્શન બતાવી રહ્યો છે. જેણે કારણે CSKની ટીમ દ્વારા તેને ખરીદીને ટીમને મજબૂત બનાવવામાં આવી છે.
IPL ઓક્શનના ઈતિહાસમાં દક્ષિણ આફ્રિકાના સ્ટાર ઓલરાઉન્ડર ક્રિસ મોરિસ સૌથી મોંઘા વેચાયા છે. તેને વર્ષ 2021માં રાજસ્થાન રોયલ્સે 16.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. મોરિસે આઈપીએલમાં 81 મેચમાં 95 વિકેટ લીધી હતી. યુવરાજ સિંહ તેની કિલર બોલિંગ અને ડેશિંગ બેટિંગ માટે પ્રખ્યાત છે. તેને વર્ષ 2015માં દિલ્હીએ 16 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.